તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા મુકોઃ શ્રી ભીલ પંચ-રાજકોટ
આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સેનાની અને નાની ઉંમરમાં જ અંગ્રેજોની હુકુમત સામે બળવો કરેલ અને વીરગતિ પામેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બિરસા મુંડાજીના જન્મદિવસે એટલે ૧પ નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવા જણાવેલ

રાજકોટઃ શહેરમાં રાજકોટ મહાનગર ખીલે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા મૂકી આપવા તથા પ્રતિમા માટે જગ્યા ફાળવવા શ્રી ભીલ પંચ-રાજકોટ દ્વારા અપીલ કરાઇ છે.
શ્રી ભીલ પંચ-રાજકોટની યાદી મુજબ રાજકોટ મહાનગરમાં આદિવાસી સમાજ બહોડી માત્રામાં વર્ષોથી વસ્તો આવ્યો છે અને હાલ પણ રાજકોટ શહેર ખાતે વસે છે. આદિવાસી સમાજમાં ઘણા બધા ક્રાંતિકારીઓ જન્મેલ હોય જેમને ભારત દેશની સ્વતંત્રતા અને એકત્રતા માટે પોતાના જીવનની આહુતિ આપેલ હોય તેવા જ એક સ્વતંત્રતા સેનાની એવા ભગવાન બિરસા મુંડા થયેલ. ઉપર તેમના આપેલ પરિચય મુજબ તેમને બહુ જ નાની ઉંમરમાં અંગ્રેજ હુકુમત સામે બળવો કરેલ અને વીરગતિ પામેલ હતા. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના જન્મદિવસની તારીખ એટલે ૧૫ નવેમ્બરને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું ફરમાન જાહેર મંચથી કરેલ અને ભગવાનની ઉપમા આપી સંબોધેલ.
જયારે દેશના પ્રધાનમંત્રી અને આદિવાસી સમાજ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિ પણ તેમની જન્મ જયંતી ઉપર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા જતા હોય તેવા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા રાજકોટ શહેર ખાતે મુકાવી આપવા તથા તેમની પ્રતિમા માટે જગ્યા ફાળવી આપવા અપીલ કરાઇ છે. ગુજરાતમાં પણ ઘણા બધા શહેરોમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા મુકેલ હોય. રાજકોટ શહેરમાં વસતા આદિવાસી સમાજની એવી લાગણી હોય કે રાજકોટ શહેરમાં બીજા બધા સ્વાતંત્ર સેનાની, ક્રાંતિકારી, મહાનુભાવોની પ્રતિમા અલગ અલગ સ્થળ પર સ્થાપિત હોય તેમ જ આદિવાસી સમાજના હ્રદય સમ્રાટ વીર સ્વતંત્રતા સેનાની એવા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરવા યોગ્ય જગ્યા ફાળવી આપવા રાજકોટ શહેર ખાતે રહેતા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે.
તસ્વીરમાં દર્શનભાઇ ભીલ, ઉત્તમભાઇ રાઠોડ, રમેશભાઇ કોલી, રાજુભાઇ લીડીયા, મનોજભાઇ દુબલ, ભાવનાબેન લીડીયા, જીતેન્દ્રભાઇ વાઘેલા, જયભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ મે નજરે પડે છે.
અહિં મુર્તિ મુકી શકાય
૧. બાલ ભવનના ગેટની સામે બહારની બાજુ કોર્પોરેશન શ્રી ની માલિકી હદમાં.. હાલ ત્યાં પ્રતિમા મૂકી શકાય તેવી જગ્યા તૈયાર હોય તેમ જ પ્રતિમા મુકાય તેવા હેતુથી જ બનાવેલ હોય..
૨.બહુમાળી બિલ્ડીંગ સરદાર સરોવરની સામેના કોર્નર પર ક્રિકેટ ગ્રાઉન્ડમાં જતા બહારના દરવાજાની બાજુમાં
૩. રેસકોર્સ રીંગરોડ ના અંદરના બગીચા બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ જવાના રસ્તે.
ભગવાન બિરસા મુંડા વિશે ટૂંકમાં જાણકાર
આદિવાસી જનજાતિ સમાજના તેમજ ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ અંગ્રેજો સામે લડનાર સ્વતંત્ર સેનાની
અબુવા ઠીસુમ, અબવા રાજ અર્થાત અમારા દેશમા, અમારું રાજનો અંગ્રેજ હકુમત સામે નારો લગાવનાર, ઊલ ગુલાન ક્રાંતિના પ્રણેતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમને ભગવાનની ઉપમા આપી છે. તેવા આદિવાસી જનજાતિય સમાજના પ્રથમ સ્વતંત્રતા સેનાની, ભારતના ઇતિહાસમાં માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરમાં અંગ્રેજો સામે લડીને વીરગતિ પ્રાપ્ત કરનાર, મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકર અંગ્રેજો સામે લડવાની પ્રેરણા જેમના જીવનકાળમાંથી લીધી તે પ્રેરણાસ્ત્રોત એટલે ભગવાન બિરસા મુંડા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તેમની જન્મ જયંતી એટલે કે ૧૫ નવેમ્બર થી જનજાતિય ગૌરવ દિવસ ના રૂપમાં મનાવવું તેવી જાહેરાત જાહેર મંચ પરથી કરેલ અને જે મનાવાય પણ છે.
દર વર્ષે ૧૫ નવેમ્બરના પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.
(3:52 PM IST)










