તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ગાયના ગોબરમાંથી ધૂપ સામગ્રીનું નિર્માણ
ઘોઘાવદરની આનંદ આશ્રમ ગૌશાળા દ્વારા ૪૦ થી વધુ પ્રોડકટનું ઉત્પાદન : વ્યાજબી ભાવે વેંચાણ

રાજકોટ તા. ૩૦ : ગોંડલ નજીક આવેલ ઘોઘાવદરના આનંદ આશ્રમની ગૌશાળા દ્વારા ખાસ નવરાત્રીના દિવસોને ધ્યાને લઇ ગાયના ગોબરમાંથી અગરબતી ધૂપ સહીતની વિવિધ પ્રોડકટસનું ઉત્પાદન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગૌશાળાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સાહિત્યકાર ડો. નિરંજન રાજયગુરૂના માર્ગદર્શન હેઠળ અહીં ગાયના ગોરમાંથી કોઇપણ જાતના કેમીકલનો ઉપયોગ કર્યા વગર સુંધી અગરબતી અને ધૂપનું ઉત્પાદન કરવામાં આવે છે. અસર ગીર ગાયના પંચગવ્ય અને કુદરતી ઔષધીઓમાંથી આ સામગ્રી તૈયાર થાય છે.
ધુપ સ્ટીક, મસલા અગરબતી, નવગ્રહ સમિધ, યજ્ઞ ધૂપ માટેના છાણા ટીકડી, ધૂપ મોદક, દિવ્ય ધૂપ કપ, મચ્છર અગરબતી સહતી ૪૦ થી વધુ પ્રોડકટસ તૈયાર કરવામાં આવે છે.
સુરભિકાની પંચગવ્ય આધારીત આ ધૂપ પ્રોડકટ મેળવવા મો.૯૮૨૪૭ ૮૭૭૯૭ અને મો.૯૬૬૪૫ ૬૪૦૮૭ ઉપર અથવા સુરભીકા ડોટ કોમ વેબસાઇટ ઉપર સંપર્ક કરી શકાશે.
તસ્વીરમાં ગૌ પ્રોડકટ અંગેની વિગતો વર્ણવતા ભાર્ગવ રાજયગુરૂ અને મંથન માંકડ નજરે પડે છે.
(3:54 PM IST)










