<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ખોડલધામ નોર્થ ઝોન દ્વારા નવરાત્રિ મહોત્‍સવઃ નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર પારિવારીક માહોલમાં આયોજન : રાસ ગરબાની રમઝટ જામશે

રાજકોટઃ આગામી તારીખ ૩ ઓક્‍ટોબરથી નવરાત્રિ મહોત્‍સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્‍તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં નોર્થ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના નોર્થ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરાયું છે. સાઉન્‍ડમાં સૌથી આધુનિક સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, વિશાળ મેદાન, લાઈટીંગ, સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્‍સવ યોજાશે. તા. ૩ ઓક્‍ટોબર થી ૧૨ ઓક્‍ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્‍સવમાં દેશ-વિદેશમાં ખ્‍યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

રાજકોટમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- નોર્થ ઝોનની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ મેદાન અને ર્પાકિંગ ઉપરાંત સ્‍વયંસેવકોની પણ મોટી સંખ્‍યામાં વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાને લઈને સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને આયોજન કરવામાં આવ્‍યું છે. આ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી મા ખોડલની આરાધના કરશે.

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍યાતિભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરાયું છે. પરસાણા ચોક, ફિલ્‍ડમાર્શલ રોડ, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ, રાજકોટ ખાતે નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં ખ્‍યાતનામ સિંગરો અને ઓરકેસ્‍ટ્રા રાસ-ગરબાની રમઝટ બોલાવશે.  આ અંગે વધુ વિગત માટે મો. નં- ૯૭૨૨૨ ૦૨૨૨૨, ૯૦૯૯૯ ૯૯૯૯૫ પર સંપર્ક સાધવા જણાવાયું છે.

(4:19 PM IST)