<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

શ્રી લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપ-મવડી દ્વારા નવરાત્રી મહોત્‍સ્‍વ

પાટીદાર સમાજના ખેલૈયાઓની સાથે સર્વસમાજની બહેનો પણ રાસગબારની રમઝટ બોલાવશેઃ લાખેણા ઇનામો

રાજકોટ : શ્રી લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપ-મવડી દ્વારા નવરાત્રી મહોત્‍સવનું બીજા રીંગ રોડ ઉપર પાટીદાર ચોકમાં આયોજન થયું છે. જેમાં પાટીદાર સમાજ સાથે સર્વ સમાજની બહેનો પણ ઉત્‍સાહથી ભાગ લેશે. આગામી તા. ૩ થી ૧૧ ઓકટોબર સુધી દરરોજ રાત્રે ૯ થી ૧ર વાગ્‍યા સુધી પારિવારિક માહોલમાં નવરાત્રી પર્વ ઉજવાશે.

ખ્‍યાતનામ કલાકારો સાથે બે લાખ વોટની હાઇટેક સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, ગ્રાઉન્‍ડમાં એલઇડી સ્‍ક્રીન તેમજ મહેમાનો માટે વીવીઆઇપી બેઠક વ્‍યવસ્‍થા, દાતાઓ માટે અલગથી રિઝર્વ ગરબા તેમજ દર્શકો માટે સુંદર બેઠક વ્‍યવસ્‍થાનું આયોજન કરવામાં આવ્‍યું છે. લાઇટ ડેકોરેશન, સીસીટીવી કેમેરા, મેઇન સ્‍ટેજ પાછળ વિશાળ એલઇડી લગાડવામાં આવેલ છે. ગોકુલ હોસ્‍પિટલ દ્વારા મેડીકલ ઇમરજન્‍સીની ટીમ ગ્રાઉન્‍ડ પર સજજ રહેશે.

સલામતીના ભાગરૂપે ફાયર સિસ્‍ટમ્‍સ ટાઇટ સિકયુરીટીની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરરોજ સિનીયર તથા જૂનીયર કેટેગરીમાં તેમજ વેલ ડ્રેસ કેટેગરીમાં ઇનામો વણઝાર કરવામાં આવશે. છેલ્લે દિવસે મેગા ફાઇનલ રમાડવામાં તેમજ આ સાથે સેલ્‍ફીઝોન અને ફુડ ઝોનનું ખાસ આકર્ષણ રહેશે. આ ઇવેન્‍ટનું દરરોજ લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

શ્રી લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપના મવડીના આ આયોજનને સફળ બનાવવા ચેરમેન  જીતુભાઈ સોરઠીયા, પ્રમુખ  જયેશભાઈ સોરઠીયા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્‍ય  મનસુખભાઈ વેકરીયા , મૌલિક સોરઠીયા, જયેશભાઈ મેઘાણી, ડી.કે પટેલ, સંજયભાઈ ખૂટ,રાજુભાઈ સોરઠીયા, લલીતભાઈ સાવલિયા,વિજયભાઈ મેઘાણી, ગંગાદાસ ભાઈ ગજેરા,  મિલનભાઈ મેનપરા, પ્રવિણભાઇ ગજેરા તેમજ સોશ્‍યલ ગ્રુપના ૧૦૦ થી વધુ સ્‍વયંસેવકોની ટીમ છેલ્લા એક માસથી જહેમત ઉઠાવી રહી છે. સ્‍થળ પાટીદાર ચોક, મવડી કણકોટ રોડ, પીરામીડ પ્‍લોટની સામે, ન્‍યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી, રાજકોટ, મો. ૯૩૭૪૧ ૦૪૮૮૧

(4:20 PM IST)