<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

બ્રહ્મસંગમ દ્વારા બ્રહ્મપરિવારો માટે નવરાત્રી મહોત્‍સવ

પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, આરતી, ટેટુ, ચાંદલો સહિતના ૧૭ ઇનામો, ખેલૈયાઓ એક દિ' નિલસીટીમાં રમશે

રાજકોટઃ બહુસંગમ સંસ્‍થા દ્વારા રાજકોટ શહેરના બહ્મપરિવારો માટે ચાલુ વર્ષે બ્રહ્મસંગમ નવરાત્રી મહોત્‍સવ - ૨૦૨૪નું આગામી તા.૦૩/૧૦ થી તા. ૧૨/૧૦/૨વ૨ સુધી અનેરું આયોજનને માધાપર ચોકડી પાસે સ્‍વામીનારાયણ મંદિર સામે,જામનગર રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે. આ નવરાત્રી મહોત્‍સવની ઉજવણી સમિતિના કન્‍વીનર તરીકે શ્રી ધર્મેશભાઈ મહેતા અને સહકન્‍વીનરો છે. અલ્‍પેશભાઈ રવૈયા, રસિકભાઈ ભટ્ટ, શૈલેષભાઈદવે અને રમેશભાઈ સ્‍વૈયા ની સમગ્ર ટીમ તથા સલાહકાર સમિતિના લલીતભાઈ ધાંધિયા, જસ્‍મીનભાઈ માઢક તથા તળપ્તિબેન જોષી દ્વારા નવરાત્રી મહોત્‍સવની તડામાર તૈયારી ચાલી રહી છે.ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા માટે દાતાઓના સહયોગથી ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દરરોજ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડેસ, વેલકિડ્‍સ, વિવિધ વયજૂથના ઉત્‍કળષ્ઠ  રમતા ખેલૈયાઓને  ઇનામ, વેલઆરતી,  ટેટ્ર, ચાંદલો, ગરબા સુશોભન, દાંડિયા શણગાર વિગેરે પ્રકારના ૧૭ જેટલા ઇનામો ૧ થી ૩ માં આવતા વિજેતાઓને આપવામાં આવશે. અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્‍ચે મેગા ફાઈનલ ઇવેન્‍ટ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ખેલૈયાઓને એક દિવસ માટે નીલસીટી ક્‍લબમાં રમવા માટે તક આપવામાં આવેછે. આ માટે  ફોર્મ મેળવીને ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ સંસ્‍થાના કાર્યાલય, સ્‍પેસકોમ્‍પલેક્ષ (બીજો માળ) ૨૧/૨૨ (કોર્નર), ન્‍યુજાગનાથ, મહાકાળી મંદિર રોડ, રોયલ કેશર એપાર્ટમેન્‍ટ સામે, રાજકોટ (ફોન નં.- ૦૨૮૧- ૨૪૬૩૨૪૭)નો સવારના ૧૦ થી ૧ અને સાંજના ૫ થી ૯ વચ્‍ચે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 આયોજનમા સંસ્‍થાના શૈલેષભાઈ મહેતા, જયેશભાઈ જોષી, દીપકભાઈ બામટા, મનીષભાઈ બામટા, અમિતભાઈ માઢક, યજ્ઞેશભાઈ દવે, જીગ્નેશભાઈ દવે. વિભાકરભાઈ વ્‍યાસ, મહેન્‍દ્રભાઈ જોશી, ઈલાબેન જોષી, દર્શનાબેન જોશી, અભિષેકભાઈ પોધિયા, રચનાબેન જોષી, શોભનાબેન જોષી, પંકજભાઈચાંવ, અશ્વિનભાઈજોષી જહેમત ઉઠાવી રહેલ છે.

(4:21 PM IST)