તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
રાજકોટના જકશન પ્લોટ સિંધી કોલોની નજીક ભીસ્તીવાડ રોડ પર જલારામ બેકરીમાં ધડાકા સાથે આગ: બે કર્મચારીને ઇજા: ગેસ લિકેજથી આગ લાગ્યાનું તારણ:જુઓ વિડિઓ

રાજકોટઃ શહેરના જંકશન પ્લોટ વિસ્તારના ભીસ્તીવાડ મેઈન રોડ પર સિંધી કોલોની પાસે આવેલી જલારામ બેકરીમાં સાંજે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. ધડાકો એટલો મોટો હતો કે આસપાસના લોકો ઘર બહાર દોડી ગયા હતાં. આ બનાવમાં બેકરીના બે કર્મચારી દાઝી ગયા હતાં. તેના નામ વિમલ યાદવ અને કમલ યાદવ છે. બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ગેસની લાઇન લીકેજના કારણે ઘટના બન્યાનું ઘટનાસ્થળે ચર્ચાઈ રહ્યું હોઇ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતબ કાફલાએ પહોંચી તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ અધિકારીના કહેવા મુજબ બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે, કોઈ જાનહાની નથી. બનાવ જીએસપીસી ગેસ લાઈન લીકેજના કારણે સર્જાયાનું કહેવાતું હોઈ તપાસ થઈ રહી છે.
દરમિયાન જકશન વિસ્તારના સિંધી કોલોની નજીક જલારામ બેકરીમા થયેલ બ્લાસ્ટની ઘટના બાદ આ વિસ્તારની GSPCની ગેસ લાઇન તેમજ આ વિસ્તારની વીજળી તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે.બનાવના પગલે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
(9:34 PM IST)










