<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં નવરાત્રીનું સ્‍ટેજ તૈયાર કરતી વખતે પિલોર પરથી પટકાતાં રોનક માકડીયાનું મોત

રાત બે વાગ્‍યે બનાવઃ પંદરેક ફુટની ઉંચાઇ પરથી પડી જતાં હોસ્‍પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ રેલનગરમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨: મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં નવરાત્રીની તૈયારી રૂપે સ્‍ટેજના એલ્‍યુમિનીયમના પિલોર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હોઇ રાત્રીના બે વાગ્‍યે આ કામ કરી રહેલો યુવાન અકસ્‍માતે પંદરેક ફુટ ઉંચાઇના પિલોર પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતો રોનકભાઇ હિતેષભાઇ માકડીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન ભાગીદારીમાં મંડપ સ્‍ટેજ ડેકોરેશનનું કામ કરતો હોઇ હાલમાં નવરાત્રી નિમીતે મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં સ્‍ટેજ તૈયાર કરવાનું કામ મળ્‍યું હોઇ પોતે તથા બીજા કારીગરો રાતે કામ કરી રહ્યા હતાં તે વખતે રોનકભાઇ અકસ્‍માતે પંદરેક ફુટ ઉંચા પિલોર પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના લક્ષમણભાઇ મહાજન સહિતે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રોનકભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા હિતેષભાઇ પંચર સાંધવાની કેબીન ચલાવે છે. યુવાન અને આધારસ્‍તંભ દિકરાના મૃત્‍યુથી માકડીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

તસ્‍વીરમાં રોનકભાઇ માકડીયાનો નિષ્‍પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

(10:58 AM IST)