<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

આજે સર્વ પિતૃ અમાસ સાથે શ્રાધ્‍ધ પુર્ણઃ કાલથી નોરતાનો પ્રારંભ

આજે પિતૃઓને મોક્ષ આપનારા ‘ગજછાયા' યોગનો સંયોગઃ ભકતો દ્વારા પિતૃતર્પણ, ગરીબોને ભોજન સહિતના કાર્યો

રાજકોટ તા. ર :.. આજે છેલ્લુ શ્રાધ્‍ધ એટલે કે સર્વ પિતૃ અમાસ સાથે શ્રાધ્‍ધ કર્મ પુર્ણ થશે. અને કાલથી નવલા નોરતાનો પ્રારંભ થશે.

આજે પિતૃઓને મોક્ષ આપનારા ‘ગજછાયા' યોગનો સંયોગ સર્જાતા ભકતો દ્વારા પિતૃતર્પણ, ગરબીોને ભોજન સહિતના કાર્યો થઇ રહ્યા છે.

આજના દિવસે ભગવાન શિવ અને વિષ્‍ણુની પૂજા કરવી ઉત્તમ ફળદાયી સાબિત થશે. જયારે રાજકોટમાં રામનાથ મંદિરે, જિલ્લા ગાર્ડન, ત્રંબા ખાતે તેમજ સૌરાષ્‍ટ્રમાં પ્રાચી સહિતના તીર્થધામ ખાતે ભકતો પિતૃતર્પણ કરે છે. આ વખતે પૂનમની તિથિનો ક્ષય હોવાને કારણે અમાસ અને પૂનમનું શ્રાધ્‍ધ સાથે કરવાનું રહેશે. તેમ શાષાી રાજદીપ જોશીએ જણાવ્‍યું છે.

બુધવાર અને સોમવારે આવતી અમાસનું મહત્‍વ વધી જાય ે. ગજીછાયા યોગ બપોરે ૧ર.ર૭ કલાકેથી શરૂ થશે. આ યોગ આખો દિવસ રહેશે. બુધવાર વિષ્‍ણુ ભગવાનનો વાર માનવામાં આવે છે. આમ બુધવારનો વાર માનવામાં આવે છે. આમ બુધવારના દિવસે અમાસ આવતી હોવાથી વિષ્‍ણુ પૂજા માટે પણ આ દિવસ ઉત્તમ છે.

આ દિવસે પીપળે પાણી રેડવું. પીપળે દીવો કરવો તે ઉપરાંત વિષ્‍ણુ સહષા નામના પાઠ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવા ઉત્તમ ફળ આપનાર ગણાશે. જે લોકોની જન્‍મ કુંડળીમાં શનિ, રાહુનો શ્રાપિત દોષ હોય, ચંદ્ર, રાહુનો ગ્રહણ યોગ હોય, કોઇપણ ભારે અશુભ ગ્રહ પીડા હોય, તો આ દિવસે સવારે સૌ પ્રથમ મહાદેવજીને એક લોટો પાણી ચડાવી, કાળા તલ ચડાવી, ત્‍યારબાદ પીપળે દીવો અથવા અગરબતી કરી અને પીપળે પાણી રેડવું પ્રાર્થના કરવી જોઇએ.

(11:55 AM IST)