તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
રાજસ્થાનથી ક્રેટામાં ૧.૬૮ લાખનો દારૂ ભરીને રાજકોટ આવેલો નરેશ ઝડપાયો
શેઠ શંકરે જથ્થો મોકલ્યો હતોઃ રાજકોટ પહોંચ્યા બાદ ફોન આવે તેને આપવાનો હતોઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ગરચર અને ટીમની કાર્યવાહી અનિલભાઇ સોનારા, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨: વિદેશી દારૂની હેરાફેરીનો વધુ એક વખત ડીસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અનીલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ક્રેટા કાર જીજે૦૯બીએમ-૨૩૪૬ આંતરી લેવાઇ હતી. જેમાંથી રૂા. ૧.૬૮ લાખનો ૩૩૬ બોટલ દારૂ મળતાં તે તથા સાત લાખની કાર મળી કુલ રૂા. ૮,૬૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક નરેશ ઓમપ્રકાશ બિશ્નોઇ (ઉ.વ.૨૧-રહે. કબુલી ગામ, તા. ધોરીમના જી. બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા નરેશે પુછતાછમાં કહ્યું હતું કે પોતાને શેઠ શંકરે દારૂની ગાડી લઇ રાજકોટ જવા મોકલ્યો હતો. રાજકોટ પહોંચ્યા બાદ શેઠ ફોન કરે એ પછી જે તે વ્યક્તિને આ દારૂ આપવાનો હતો. તેની આ વિગતો સાચી છે કે કેમ? તેની વિશેષ તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા અને અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.
(1:41 PM IST)










