તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
સરસ્વતિ વિદ્યાલય ખાતે મહિલા પોલીસની શી ટીમે ૧૦૦ છાત્રાઓને આપી મહત્વની સમજ
સેલ્ફ ડિફેન્સ, ગૂડ ટચ બેડ ટચ, સાયબર ક્રાઇમ સહિતના મુદ્દાઓની ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો

રાજકોટઃ શહરેના મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમના કિરણબેન, રોજીબાનુ સહિતે એસ. જી. બાદાણી સરસ્વતિ માધ્યમિક શાળા ખાતે ૧૦૦ જેટલી છાત્રાઓને સેલ્ફ ડિફેન્સ તથા ગૂડ ટચ બેડ ટચની માહિતી આપી હતી. તેમજ ઓનલાઇન ફ્રોડ, ચાઇલ્ડ હેલ્પ લાઇન, મહિલા શી ટીમને લગતી વિગતો અને સાયબર ક્રાઇમ વિશે સમજ આપી અજાણી અવાવરૂ જગ્યાએ એકલા ન જવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સહિતની સમજણ આપી હતી. પોલીસ કીમશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી
(2:42 PM IST)










