<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સ્‍વચ્‍છ ભારત દિવસ અંતર્ગત શ્રમદાન કરી સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાતા મહાનુભાવો

રાજકોટઃ સમગ્ર વિશ્વને અહિંસા અને પ્રેમનો સંદેશો પહોંચાડનાર ભારતની આઝાદીના ઘડવૈયા રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી નિમિત્તે જુયુબિલી ચોક સ્‍થિત મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, મેયર શ્રી નયનાબેન પેઢડીયા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ પુષ્‍પાંજલિ અર્પણ કરી વંદન સાથે ભાવાંજલિ વ્‍યક્‍ત કરી હતી. પુષ્‍પાંજલિ બાદ મહાનુભાવોએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ સુધી પદયાત્રા કરી સ્‍વચ્‍છ ભારત દિવસ નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકર, અગ્રણીઓ સર્વે શ્રી  ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, મનીષભાઈ રાડીયા, વિરેન્‍દ્રસિંહ, લીલુબેન જાદવ, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણે, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી ડી.બી. દેસાઈ, ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એ. કે. વસ્‍તાણી, નાયબ કમિશનરશ્રી હર્ષદ પટેલ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ ઉપસ્‍થિત રહી ગાંધીજીની પ્રતિમાને ભાવાંજલિ આપી ‘સ્‍વચ્‍છતા હી સેવા' અંતર્ગત શ્રમદાન કર્યું હતું.

(2:43 PM IST)