<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

શ્રી ખોડલધામ દ્વારા સાઉથ ઝોન અને ઇસ્‍ટ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું આયોજન

સાઉથ ઝોનમાં સાંઇબાબા સર્કલ ખાતે અને ઇસ્‍ટ ઝોનમાં કુવાડવા રોડ પર કાર્તિક પાર્ટી પ્‍લોટ ખાતે યોજાશે નવરાત્રિ મહોત્‍સવ : રાજ્‍યભરમાં ૩૭ સ્‍થળે આયોજન

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરના સાઉથ ઝોન અને ઈસ્‍ટ ઝોન ઝોનમાં શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્‍સવનું  આયોજન કરવામાં આવ્‍યું છે. અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્‍સવ યોજાશે. ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્‍યુરીટી, સીસીટીવી કેમેરા, પાર્કિંગ ઉપરાંત સ્‍વયંસેવકોની પણ વ્‍યવસ્‍થા કરાઈ છે. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાને લઈને સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટ સાઉથ ઝોનઃ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ સાઉથ ઝોન દ્વારા કોઠારીયા ખાતે આવેલા રોલેક્ષ રોડ પરના સાંઈબાબા સર્કલ ખાતે સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં સિંગર કેયુર વાઘેલા, સ્‍વાતિ પ્રજાપતિ, શિતલબા રાજપુત, વિજયા વાઘેલા, એન્‍કર ગાર્ગી વેગડા અને રીધમ વિજય બારોટ એન્‍ડ ટીમ ખેલૈયાઓને ગરબે રમાડશે. વધુ માહિતી માટે મો.નં. ૯૮૨૪૭ ૩૪૧૭૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ ઈસ્‍ટ ઝોન : શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ ઈસ્‍ટ ઝોન નવરાત્રિ મહોત્‍સવમાં કાર્તિક પાર્ટી પ્‍લોટ, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, ખાતે સીંગર તરીકે નિરવ રાયચુરા, ચાર્મી રાઠોડ, નેન્‍સી વેકરીયા, એન્‍કર આરજે વિનોદ અને ઓરકેસ્‍ટ્રા આકાશ ચૌહાણ ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબે રમાડશે. વધુ માહિતી માટે મો.નં. ૯૮૨૪૪ ૩૭૯૩૨, ૯૮૨૫૫ ૦૦૪૯૦, ૯૮૭૯૫ ૧૧૫૦૧ પર સંપર્ક કરવો.

(2:44 PM IST)