તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
શ્રી ધારેશ્વર મંદિરે અર્ધશતાબ્દી નવરાત્રી

રાજકોટ : શ્રી ધારેશ્વર ગરબી મંડળ દ્વારા પ૦ વર્ષથી ધારેશ્વર મંદિરે આયોજીત પ્રાચીન ગરબીમાં ઢોલક દિનેશભાઇ જોષી, ઓમભાઇ જોષી, ગાયક કલ્પનાબા, તેજસભાઇ, આયુશીબેન હેત્વીબેન તથા પઢીમાં પ્રવિણભાઇ તેમજ ગાયકવૃંદ કલાકારોની સાથે બાળાઓ કલાસીકલ રાસ, ટીપ્પણી રાસ, મંજીરા રાસ, ભુવારાસ, ખંજરી રાસ, ગરબા રાસ, મટુકી રાસ તેવા પ્રાચીન વિવિધ રાસો રજૂ થાય છે. આયોજનમાં ભરતભાઇ ભૂત, બટુકસિંહ, દિનેશભાઇ ત્રિવેદી, અભિષેક પોપટ, પ્રદિપભાઇ ત્રિવેદી, દિપેનભાઇ હિરેનભાઇ, હાર્મિનભાઇ તથા કમિટીના સભ્યો જોડાયા છે. વધુ વિગત માટે મો. ૮૦૦૦૯૦ ૪૦૦૮ (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:52 PM IST)










