તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા તલવાર રાસ, ભુવા રાસની તાલીમ

રાજકોટ : નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ગોવિંદનગર, ગાંધીગ્રામ પાસે ટેપ ઉપર બાળાઓ દ્વારા તલવાર રાસ, ભુવા રાસ, મટુકી રાસ તેમજ વિવિધ પ્રકારના અર્વાચીન - પ્રાચીન રાસ રજુ કરવામાં આવે છે. આયોજનને સફળ બનાવવા હરસુરભાઇ ડાંગર, બાબુભાઇ રાદડિયા, જયેશભાઇ શિયાળ, અશોકભાઇ ડાંગર, મહેશભાઇ ડાંગર, રાજુભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. ૯૮૯૮૦ ૯૨૯૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(2:53 PM IST)










