તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ કાલથી ધમાકેદાર પ્રારંભઃ ધ્રુબાંગ...ધ્રુબાંગ
ફુલ ફલેજડ તૈયારી સાથે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ સજ્જ : પ્રથમ નોરતે ઢોલ ઢબુકતાની સાથે જ ખેલૈયાઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવવા આતુરઃ વિજેતા બનવા માટે પણ ખરાખરીનો જંગ જામશેઃ કોઇક લાખેણા ઇનામો મેળવવા માટે, તો કોઇક ફેમિલી સાથે માત્ર એન્જોય કરવા રાસ-ગરબામાં જોડાશેઃ સંપૂર્ણ પારિવારીક વાતાવરણમાં માતાજીની આરાધના થશે : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના આકર્ષક ઇનામો રોજેરોજ અપાશેઃ મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮ તોલા સોનું બાઇક, એકટીવા, ટી. વી., લેપટોપ, મોબાઇલ, હોમથીયેટર સહિતના લાખેણા ઇનામોઃ તટસ્થ, જાણકાર અને અનુભવી નિર્ણાયકોની ટીમ પણ તૈયાર : ગાયક કલાકારો, ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, કોરસ સીંગર્સ ટીમ, એન્કર, ડ્રમર વિગેરે ખેલૈયાઓ તથા લોકોને રીતસર આંજી દેશે : તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ,રાજકોટ ખાતે રઘુવંશી ખેલૈયાઓ પૂરબહારમાં ખીલી ઉઠશે * લોહાણા મહાજન પ્રમુખ રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ - ટીમ દ્વારા તૈયારીને આખરી ઓપઃ છેલ્લી ઘડીની સતત દોડધામ

રાજકોટ, તા., રઃ ધુ્રબાંગ... ધ્રુબાંગ... આવતીકાલથી પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ રહયો છે. ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા.૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે અકિલા લોહાણા મહાજન રાસોત્સવ ર૦ર૪ નું અદકેરૂ ભવ્ય જાજરમાન ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવની ઉજવણી માટે ફુલ તૈયારી સાથે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ સજ્જ થઇ ગઇ છે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪ માં પ્રથમ નોરતે ઢોલ ઢબુકતાની સાથે જ ખેલેૈયાઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવવા આતુર બન્યા છે. ખેલૈયાઓનો ધસારો ખુબ વધી જતા વ્યવસ્થાના ભાગરૂપે પાસ બુકીંગ પણ ગઇકાલથી બંધ કરવામાં આવ્યું છે. રાસોત્સવમાં રઘુવંશી ખેલૈયાઓ બહારમાં ખીલી ઉઠશે. સમગ્ર રાસોત્સવને વિશ્વના લાખો લોકો ગત વર્ષની માફક આ વર્ષે પણ અકિલાના માધ્યમથી ઘરબેઠા લાઇવ નિહાળી શકે તે માટે અપ ટુ ડેટ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હુંફ મળી રહેલ છે.
અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪ માં પ્રિન્સ, પ્રિન્સેસ, આકર્ષક ઈનામો આપવામાં આવશે. ઉપરાંત મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮ તોલા ગોલ્ડ (સોનુ), બાઇક, એકટીવા, ટીવી, મોબાઇલ, લેપટોપ, હોમ થીયેટર સહીતના લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. વિજેતા બનવા માટે પણ ખરાખરીનો જંગ જોવા મળશે. રાસોત્સવમાં કોઇક લાખેણા ઇનામો મેળવીને સ્પર્ધામાં અવ્વલ નંબર મેળવવા, તો કોઇક ફેમીલી સાથે માત્ર એન્જોય કરવા રાસ-ગરબામાં જોડાશે. પુરતી સલામતી સાથે સંપુર્ણ પારિવારીક વાતાવરણમાં માતાજીની આરાધના થશે. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહીતના વિજેતાઓને પસંદ કરવા જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકોની ટીમ પણ તૈયાર કરી લેવામાં આવી છે.
સુપ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રા, વિખ્યાત ગાયક કલાકારો, એક લાખ વોટની ઓરીજીનલ જેબીએલ અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, કોરસ સીંગર્સ ટીમ, લોકપ્રિય એન્કર વિશ્વ વિખ્યાત ડ્રમર વિગેરે ખેલૈયાઓને તથા લોકોને રીતસર આંજી દેશે. રાસોત્સવને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ દ્વારા છેલ્લી ઘડીની સતત દોડધામ સાથે તૈયારીને આખરી ઓપ અપાઇ રહયો છે. વિશાળ સમથળ ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા પણ ધ્યાનાકર્ષક બનાવવામાં આવ્યા છે.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.
(2:54 PM IST)










