તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
કાલે પહેલા નોરતે શ્રી લોહાણા સખી મહિલા વૃંદ દ્વારા ગરબા સ્પર્ધા
૬૦ વર્ષ અને તેની ઉપરની વયના બહેનો ભાગ લેશેઃ ઇનામો અપાશે

રાજકોટઃ પ્રથમ નવરાત્રીએ એટલે તા.૦૩/૧૦ના રોજ શ્રી લોહાણા સખી મહિલા વૃંદનો ૨૫ વર્ષ પુરા કરી રહ્યું છે. આગામી કાર્યક્રમ ગરબા સ્પર્ધા તા.૩/૧૦/૨૦૨૪ ગુરુવારે સાજે ૫ કલાકે કેકેવી હોલ ખાતે રાખેલ છે.આ સ્પર્ધા વીસ થી સાઈઠ વર્ષ અને બીજું ગ્રુપ સાઈઠ વર્ષ ઉપરના બહેનો માટે રહેશે.
આ સ્પર્ધા માત્ર સભ્ય બહેનો માટે જ સીમિત રહેશે.ગેસ્ટ બહેનો એલાવ નથી બધા સભ્ય બહેનોએ આ વર્ષની ૨૦૨૪ - ૨૦૨૫ ની અસલ પહોંચ સાથે લઈ આવવાની રહેશે.કાર્યક્રમ માં લાખેણા ઇનામો આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા મંડળના પ્રમુખ વીણાબેન પાંધી, મંત્રી હંસાબેન ગણાત્રા, ચેતનાબેન સવજાણી, ચેતનાબેન લાલ, દક્ષાબેન રાજદેવ, નયનાબેન પાંધી, ભારતીબેન બગડાઈ, રીટાબેન સેજપાલ, મીરાબેન વસંત જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:27 PM IST)










