<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

રાજકોટ સ્‍કુલ વાહન વર્ધી એસોસીએશનના હોદેદારોની વરણી : પ્રમુખપદે બહાદુરસિંહ ગોહેલ

રાજકોટ તા. ૨ : રાજકોટ સ્‍કુલ વાહન વર્ધી એસોસીએશનના હોદેદારોની વરણી અને સરકાર માન્‍ય એસોસીએશન રજીસ્‍ટ્રેશનનું કાર્ય હાથ ધરાયુ હતુ.

જેમાં એસોસીએશનના નવા હોદેદારોમાં પ્રમુખ તરીકે બહાદુરસિંહ રૂપસિંહ ગોહેલ, ઉપ્રમુખ તરીકે જયપાલભાઇ દિલીપસિંહ ભટ્ટી, ખજાનચી તરીકે વજુભાઇ ઉદેસિંગભાઇ પરમાર, મંત્રી તરીકે રફીકભાઇ શાહભાઇ સુમરા, સહમંત્રી તરીકે જયદેવભાઇ વાલાભાઇ વાંક, કાર્યકારી મંત્રી તરીકે મનોજભાઇ વલ્લભભાઇ પરમારની વરણી કરાઇ હતી.

જયારે સભ્‍યોમાં ગૌરવભાઇ જગદીશભાઇ પરમાર, સમીરભાઇ સુરીંગભાઇ ખાચર, જેશલભાઇ લક્ષ્મણભાઇ જોગરાણા, નિલેશભાઇ હસમુખભાઇ ગોહેલ, ભરતસિંહ વશરામભાઇ વાળાનો સમાવેશ કરાયો હતો.

આ નવી ટીમે જણાવ્‍યુ હતુ કે રાજકોટની સ્‍કુલમાં ચાલતા અને બાળકોનું પરીવહન કરતા વાન ચાલકોને સરકારના આદેશ અને આર.ટી.ઓ. અધિકારી કેતનભાઇ ખપેડના માર્ગદર્શન હેઠળ નિયમો અનુસાર વાહન ચાલકોને ટેક્ષી/મેક્ષી કેમ્‍પ કરીને કાર્યવાહી કરેલ છે. હજુ પણ આ કેમ્‍પ ચાલુ છે.  જેથી નાના માણસો વાન ચાલકોને મુશ્‍કેલી ન પડે. તેમજ તમામ સ્‍કુલમાં ચાલતા ટેક્ષી/મેક્ષીના વાન ચાલકો માટે સભ્‍ય નોંધણીની કામગીરી પણ ચાલુ છે. જેમણે જોડાવુ હોય તેઓએ એસોસીએશનના હોદેદારોનો સંપર્ક કરવાનો રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ સ્‍કુલ વાન વર્ધી એસોસીએશનના હોદેદારો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:33 PM IST)