તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
રાધે નવરાત્રી મહોત્સવઃ દેવાધિદેવ મહાદેવની ૮ ફુટની મૂર્તિ સાથે મા નવદુર્ગા માતાજીના મંદિરનું નિર્માણ
ગાયક કલાકારો, મ્યુઝીકલ ઓરકેસ્ટ્રાની ટીમ સાથે ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે

રાજકોટ તા. રઃ અહિંના નાના મૌવા રોડ ઉપર પ્રતિલોક પાર્ટી પ્લોટ સામે અકબરી ફાર્મ ખાતે રાધે ગ્રુપ દ્વારા રાધે નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે.
ગાયક કલાકારો તથા ભવ્ય મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા ટીમનાં તાલ સાથે ધુમ મચાવશે અને ખદ્યતન લાઇટીંગથી ગ્રાઉન્ડ શોભી ઉઠશે. આ વર્ષે પણ ૩ થી ૪ હજાર ખેલૈયાઓ ગરબે રમવાનો આનંદ માણશે. ખેલૈયાઓને રોજેરોજ ઇનામો આપવામાં આવશે અને સાથોસાથ મેગાફાઇનલમાં લાખેણા ઇનામો અપાશે. રાસોત્સવને આકાર ફિલ્મ્સ યુટયુબ ચેનલ પર લાઇવ પ્રસારણ બતાવવામાં આવશે.
રાધે નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત અર્વાચીન રાસોત્સવની સાથોસાથ માં નવદુર્ગાનું પૂજન, અર્ચન, આરતી માટે ગ્રાઉન્ડમાં માં નવદુર્ગાનું મંદિર તથા દેવાધિદેવ મહાદેવની ૮ ફુટની મૂર્તિ ડાક ડમરૂં સાથે સ્થાપન કરવામાં આવેલ છે તેમજ દરરોજ તેમની પુજા અર્ચના અને ખેલૈયાઓ, આયોજકો તથા અતિથીઓ દ્વારા આરતી કરવામાં આવે છે.
સમગ્ર ગ્રાઉન્ડમાં ડબલ લેયર કાર્પેટ બીછાવવામાં આવેલ છે. વર્ષે અવનવી થીમ સાથે ખેલૈયાઓની સુવિધા માટે રાસોત્સવનાં ગ્રાઉન્ડમાં મેડીકલની સુવિધા, ૧ એમ્બ્યુલન્સ, ર ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ તથા બાઉન્સર સાથે ફુલ સિકયોરીટી અને સીસીટીવી કેમેરાથી સજજ રહેશે.
આયોજનમાં રાધે નવરાત્રી મહોત્સવનાં આયોજક મહેશભાઇ વ્યાસ, ખોડાભાઇ, કલ્પેશભાઇ દેવમુરારી, ભગુભાઇ વરુ, રાજેશભાઇ સાગપરિયા, મનોજભાઇ વ્યાસ, પંકજભાઇ દેત્રોજા, મયંકભાઇ વ્યાસ, ક્રિષ વ્યાસ, કૌશલ તંતી, ઉત્સવ દેત્રોજા, રોનક રબારી, ધર્મેશભાઇ, કેયુર ટીટીયા, સમીર તંતી જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં પંકજભાઇ દેત્રોજા, ખોડાભાઇ જોગરાણા, કલ્પેશભાઇ દેવમુરારી, ભગુભાઇ વરુ, રાજેશ પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:40 PM IST)










