તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
આજે સાંજે કલબ યુવીમાં કેન્સરના દર્દીઓ ભકિતમાં લીન થઈને ગરબે ઘુમશે
કાલથી પાટીદાર સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભઃ મેગા ફાઇનલ વિજેતાઓને ૧૨ એકટીવા, ૮ આઇપેડ સહીત કલબ યુવી તરફથી ૧૦ મોબાઇલ પ્રોત્સાહીત ઇનામો

રાજકોટઃ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૪' ની તડામાર તૈયારીઓ ને આખરી ઓપ અપાયો છે ૧૬માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. શહેરમાં ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે.
આજરોજ સમાજમાં કેન્સર જાગળતિ ના નવતર પ્રયોગ રૂપે. ‘કલબ યુવી'માં પ્રથમ વખત કેન્સરના દર્દીઓ પોતાનું દુઃખ દર્દ ભુલીને મા શકિતની ભકિતમાં લીન થઇ ગરબે ઝુમશે. ગાંધી જયંતીના વિશેષ દિવસે કેન્સગ્રસ્ત દર્દીઓ પરંપરાગત ટ્રેડી‘લ વેશભૂષામાં સજજ થઇ ખેલૈયાઓની જેમ ગરબે ઘુમી મા જગદંબાની આરાધના કરશે. કેન્સરના દર્દીઓ સાથે ૨૫૦ જેટલા કેન્સર નિષ્ણાંત તબીબી સહીત આશરે ૯ હજાર જેટલા લોકો આ રાસ ગરબામાં જોડાશે. આ રાસગરબાના લાખેણા ઇનામો તરીકે શાળા કોલેજોની ૭૦૦ થી વધુ દિકરીઓને કેન્સર વિરોધી રસી તેમજ મેમોગ્રાફી ટેસ્ટના વાઉચર ગ્રીવા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે. કેન્સર જાગળતિ અર્થે એક નાટક પણ યોજાશે. દિકરીઓ દ્વારા ૧૦૮ દેવી કવચના પાઠ કરવામાં આવશે.
‘કલબ યુવી' નવરાત્રી મહોત્સવમાં એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, તેમજ કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્બર્સની ટીમ દ્વારા આખરી ઓપ આપી રહી છે.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં બાનલેબ પરિવાર, શ્યામલ ગ્રુપ, આઇકોન ગ્રુપ, ગોલ્ડન કાઉન ગ્રુપ, હાઇ બોન્ડ ગ્રુપ, એન.જે. પેન્ટર્સ, સિલ્વર સ્પોન્સર તરીકે ધ પાર્ક, ધ પ્રેસીડેન્સીયલ, શિલ્પન, યુનીટી સિમેન્ટ, ઝેન ગાર્ડન, મેઈન સ્ટેજ સ્પોન્સર સન ફલાવર્સ ગ્રુપ, એન્જલ ગ્રુપ, લીયોફલો પાઇપ્સ, જી.એમ.વાલ્વ, પેવોલીયમમાં દર્શન મિનરલ્સ, ગેલેકસી સ્ટેમ્પીંગ, વસંત બિલ્ડર્સ, ટેરાફલો પાઇપ્સ, ધ ગેઇટ વે, ગોપીનાથ મોટર્સ, ફોરર્ચ્યુન, તુલસી એગ્રો, ઇશુ ઇન્ટરનેશનલ, કેરેડીનર્સ સોલાર, ફેવરીટો, કટારીયા તોકર્સ, સુમો પાઇપ, સિલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ઝેડ ઇવેન્ટ, ગેઈટના સ્પોન્સર તરીકે મહેન્દ્ર જવેલર્સ, ફોરર્ચ્યુન ગ્રુપ, સિનર્જી હોસ્પિટલ, ફેવરીટો, આકાશ કેટરીંગ, ગેલેરીમાં મહેન્દ્ર જવેલર્સ, રેડરેન સોલાર, મીકસર એલ.ઈ.ડી.માં શિલ્પન ગ્રુપ, શ્યામલ ગ્રુપ, મીંગગો, મિસ્ટો, અલ્ટોશા, એન.જે. પેઇન્ટસ, વુડ ઓપ્શન, યુનીટી, મેઇન ડોમ ગેલેરીમાં હાર્મની ગ્રુપ, પાસમાં ઇગલ ફર્નિચર, એન્જલ પમ્પસ, પ્રેમજી વાલજી, હિલટોન, નો સહયોગ મળી રહયાનું યાદીમાં જણાવાયું છે.
(3:47 PM IST)










