તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ પ્રસંગે પ્રતિમાને મસ્તક નમન કરતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ : લાલબહાદુર શાસ્ત્રીજીની ૧૨૦-મી જન્મજયંતિ પ્રસંગે અમરનાથ મહાદેવ મંદિર ગાર્ડનમાં આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, મહાનુભાવ દ્વારા મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. લાલ બહાદુર શાસ્ત્રી (૨ ઓક્ટોબર, ૧૯૦૪-૧૧ જાન્યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડાપ્રધાન હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાનમંત્રી હતા. ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પヘાત શાષાીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. આ પુષ્પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુંબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર ઓ અશ્વિનભાઈ પાંભર, ડૉ. દર્શનાબેન પંડ્યા, મગનભાઈ સોરઠીયા, રાણાભાઈ સાગઠીયા, અગ્રણી ચેતનભાઈ હિરપરા, નાય્બા કમિશનર હર્ષદ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા. (૯.ર૮)
(4:14 PM IST)










