તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
બજરંગ ગરબી મંડળની દીકરીઓના સળગતા ઇંઢોણી રાસ વિખ્યાત
ગરબીનો ૧૭માં વર્ષમાં પ્રવેશ, ૩૦ બાળાઓ અવનવા રાસ રજૂ કરશે

રાજકોટઃ અહિંના મવડી ચોકડી પાસે કારડીયા રજપૂત સમાજની વાડી ખાતે શ્રી બજરંગ ગરબી મંડળ-રાજકોટ દ્વારા આયોજીત પ્રાચીન નવરાત્રી ગરબી મહોત્સવ ર૦ર૪નો ૧૭માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. શ્રી બજરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા ડાંડીયા રાસ, ટીપ્પણી રાસ, ગાગર રાસ અને ભુવા રાસ જેવા અનેક રાસની સાથે સ્પેશીઅલ રાસ સળગતી ઇંઢોણી રાસ પણ ત્રીજા પાંચમાં અને નવમાં નોરતે રજુ કરવામાં આવશે. આ વર્ષે પણ ૩૦ જેટલી બાળાઓ દ્વારા આ દરેક રાસ રજુ કરવામાં આવશે. આયોજનમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ), યુવરાજસિંહ ઝાલા, સુરેશભાઇ ઘોઘારી, વિરલભાઇ રાઠોડ, યોગરાજસિંહ જાડેજા સહિત ૪ર લોકોની ટીમ જહેમત ઉઠાવેલ છે. જાહેર જનતાને બાળાઓના પ્રાચીન રાસ નિહાળવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:14 PM IST)










