તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ખાદ્યતેલોમાં ઘટાડાનો દોરઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧પ રૂા. તૂટયા
૪ દિ'માં કપાસીયા તેલમાં ૬૦ અને સીંગતેલમાં ૩૦ રૂા. નીકળી ગયા

રાજકોટ તા. ર :.. ખાદ્યતેલોમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. સીંગતેલમાં અને કપાસીયા તેલમાં આજે વધુ ૧પ રૂા. તૂટયો છે. સ્થાનીક બજારમાં ઉંચા મથાળે લેવાલી ઘટતા સીંગતેલમાં ૧પ રૂા. ઘટયા હતાં. સીંગતેલ લુઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧પ૦પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૪૯૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ રપ૮પ થી ર૬૩પ રૂા. હતા તે ઘટીને રપ૭૦ થી ર૬ર૦ રૂા. થયા હતાં. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂા. તૂટતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૪પ રૂા. હતાં. તે ઘટીને ૧ર૩૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૧૭પ થી રરરપ રૂા. હતા તે ઘટીને ર૧૬૦ થી રર૧૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.
સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો વધ્યા બાદ છેલ્લા ૪ દિ' માં સીંગતેલમાં ૩૦ અને કપાસીયા તેલમાં ૬૦ રૂા. નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.
(4:15 PM IST)










