<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

નવેનવા બેરલોની અંદર દારૂનો જથ્‍થો છુપાવી રાજસ્‍થાનથી રાજકોટ આવેલા બે પકડાયા : જુઓ વિડિયો

એક બેરલની અંદર બીજુ, બીજાની અંદર ત્રીજુ અને તેની અંદર ત્રણ-ત્રણ પેટી છુપાવી'તી! : પીસીબી ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયાની ટીમે કુવાડવા રોડ ડી માર્ટ સામેથી બોલેરો પકડીઃ રૂા. ૫.૯૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયો

રાજકોટઃ શહેર પીસીબીની ટીમે વધુ એક વખત વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધો છે. બૂટલેગરો, સપ્‍લાયરો કેવા કેવા કિમીયા અજમાવે છે તેનો નવતર નુસ્‍ખો વધુ એક વખત ઉઘાડો પડયો છે. નવેનવા પતરાના બેરલોની અંદર દારૂનો જથ્‍થો છુપાવીને રાજસ્‍થાનથી રાજકોટ પહોંચેલા બે રાજસ્‍થાની શખ્‍સને પીસીબીની ટીમે પકડી લીધા છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળતાં કુવાડવા રોડ ડી માર્ટ સામે રોડ પર મહીન્‍દ્રા બોલેરો પીકઅપ વાહન આરજે૩૦જીબી-૦૮૭૩ને આંતરી લેવાયું હતું. જેના ઠાઠામાં પતરાના નવેનવા બેરલો હતાં. ડ્રાઇવર અને સાથેના શખ્‍સની પુછતાછ કરતાં ખાલી બેરલ હોવાનું રટણ કર્યુ હતું. શરૂઆતમાં તો પોલીસને પણ એમ જ થયું હતું કે દારૂ નહિ માત્ર બેરલ જ છે. કારણ કે એક બેરલની અંદર બીજુ બેરલ અને તેની અંદર ત્રીજુ બેરલ મુકી તેમાં દારૂની ત્રણ-ત્રણ પેટીઓ છુપાવાઇ હતી. આર રીતે ૧૬ બેરલોમાં વિદેશી દારૂના ૧૮૦ એમએલના ૭૨૦ ચપલા રૂા. ૭૨ હજારના છુપાવાયેલા હતાં.

પોલીસે ં બંને શખ્‍સ રાજેશચંદ્ર અંબાલાલ સાલવી (ઉ.૩૦-રહે. ધનકપુરા તહેસીલ અમોટ જી. રાજસમદ રાજસ્‍થાન) તથા ભવરલાલ જગદીશલાલ લોહાર (ઉ.૩૧-રહે. મોડકાનીમ્‍બાહેડા તહેસીલ માંડલ જી. ભીલવાડા રાજસ્‍થાન)ની ધરપકડ કરી દારૂ, ૨૬૯૦૪ના બેરલો, ૫ લાખની ગાડી, મોબાઇલ મળી રૂા. ૫,૯૯,૪૦૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ દારૂ રાજસ્‍થાનથી બંનેને શેઠે ભરી આપ્‍યો હતો. રાજકોટ પહોંચ્‍યા બાદ ફોન આવે તેને ડિલીવર કરવાનો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને વાલજીભાઇ જાડાએ કરી હતી. બંનેના રિમાન્‍ડ મળતા વધુ તપાસ થઇ રહી છે.

હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણાની બાતમી

(4:40 PM IST)