તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
નવરાત્રીને બાય બાય કરવા આવશે ઐશ્ચર્યા મજમુદાર

રાજકોટના આંગણે ૧૩ મી ઓકટોબરે દાંડીયા કવીન એヘર્યા મજમુદાર રર કલાકારો સાથે દાંડીયા રસીકોને ડોલાવશેઃ આરઆર ઇવેન્ટસ દ્વારા આયોજનઃ પાસ બુકીંગ શરૂ
રાજકોટઃ નવરાત્રીને બાય બાય કરવા આવશે એશ્વર્યા મજમુદારરાજકોટના આંગણે ૧૩મી ઓક્ટોબરે દાંડિયા ક્વીન એશ્વર્યા મજમુદાર શહેરીજનોને જુમાવશે.. ખોડલધામ નોર્થ ઝોનના ગ્રાઉન્ડ પર અને૩ આયોજન.. એશ્વર્યા ૨૨ કલાકારો સાથે દાંડિયા રસિકોને ડોલાવશે. નવરાત્રિને અલવિદા કહેવા આવી રહેલી એશ્વર્યાને આવકારવા શહેરીજનોમાં થનગનાટ રહયો છે.
દેશ-વિદેશમાં ધૂમ મચાવનાર દાંડિયા ક્વીન એશ્વર્યા મજમુદાર આ વખતે રાજકોટ વાસીઓને નવરાત્રી માં બાય બાય કરવા આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં વેલકમ કરવા આવતી એશ્વર્યા મજમુદાર આ વખતે ૧૩મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં નવરાત્રીને અલવિધ કરવા માટે ભવ્ય કાર્યક્રમ કરશે આ માટે જાણીતી ઇવેન્ટ કંપની આર આર ઇવેન્ટ્સેનમૂનેદાર બાય બાય નવરાત્રીનું આયોજન કર્યું છે.
ઘંડિયા ક્વીન એશ્વર્યા મજમુદારના બાય બાય નવરાત્રીના કાર્યક્રમનું આયોજન શહેરના નંબર વન ગણાતા ખોડલધામ નૌર્થ ઝોનના મેદાન ઉપર કરવામાં આવ્યું છે.
રાજકોટની જાણીતી કંપની આર આર ઈવેન્ટના રાજ રાજાણી અને તેમના ટીમના લોકોએ આ વખતે એશ્વર્યા મજમુદારના બાય બાય કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન કર્યું છે. ધ લાસ્ટ બીટ ઓફ નવરાત્રી વિથ એશ્વર્યા મજમુદાર કાર્યક્રમમાં આશરે ૨૨ કલાકારો ચાર ક્લાક સુધી જબરજસ્ત પરફોર્મન્સ આપશે.આ પરફોર્મન્સ ઉપર આશરે ૧૨ હજારથી પણ વધુ ખેલૈયાઓ જુમી ઉઠે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના ઘંડીયારાસ માટેના લોર્ડ્સ મેદાન તરીકે ઓળખાતા શહેરના પરસાણા યોક પાસે આવેલા ખોડલધામ નોર્થ ઝોનના મેદાનમાં એશ્વર્યા મજમુદાર અને તેમના સાજિંદાઓ હજારો લોકોના પગ થીરકી ઉઠે તે પ્રકારનું પર્ફોમન્સ આપશે.
અભૂતપૂર્વક સાઉન્ડ સિસ્ટમ્સ, આકર્ષક મંડપ વ્યવસ્થા અને મેદાન ઉપરની જોરદાર વ્યવસ્થા વચ્ચે ઐશ્વર્યા મજમુદાર એક એક થી ચડે એવા એક એક ગરબા અને લોકગીતો ગાઈ ને રાજકોટના ગરબા પ્રેમી લોકોને ઘેલુ લગાડશે.તારીખ ૧૩ મી ઓક્ટોબરે રાત્રે ૭.૩૦ કલાકે શરૂ થનારા આ રસોત્સવ માટે પાસની ડીમાન્ડ શરૂ થઈ ગઈ છે આયોજકોએ આ માટે bookmyshow માં બુકિંગ ની વ્યવસ્થા રાખી છે આ ઉપરાંત બ્લોક બુકિંગ માટે ૭૬૨૪૦૩૪૫૯૪ નંબર ઉપર સંપર્ક કરી શકાશે.
રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષથી એશ્વર્યા મજમુદાર વેલકમ નવરાત્રી માટે આવતા હતા પરંતુ આ વખતે વિદેશમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડામાં કાર્યક્રમો હોવાના કારણે વેલકમની જગ્યાએ બાય બાય નવરાત્રીનું આયોજન થયું હોવાનું યાદીમાં અંતમાં જણાવાયું છે.
(4:35 PM IST)










