તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
જનીન રૂપાંતરીત પાકો અને પદાર્થોનો સંભવિત જોખમો અંગે ચર્ચા કરવા રાજકોટમાં રવિવારે સંમેલન
પદ્મશ્રી વૈજ્ઞાનિક સુમન સહાય, પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત રાજેશ કૃષ્ણન, પ્રફુલભાઇ સેંજલીયા, જતન સંસ્થાના કપિલ શાહ, ડો.વલ્લભભાઇ કથીરીયા, ડો.કમલ પરીખ માર્ગદર્શક વકતવ્ય આપશે :

રાજકોટ તા.રઃ આગામી પાંચથી સાત ઓક્ટોબર દરમિયાન ભાવનગર, રાજકોટ અને ભુજમાં જનીન રૂપાંતરિત પાકોના જોખમો અને બાયોસેફટી નીતિ અંગે જનજાગળતિ ફેલાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં જીએમ ખાદ્ય પદાર્થોની આરોગ્ય અને પર્યાવરણ પર થતી અસરો અંગે વિસ્તળત ચર્ચા કરાશે અને જનતાને આ મુદ્દે માહિતગાર કરાશે. રાજકોટમાં છઠ્ઠી ઓક્ટોબર રવિવારના રોજ સવારે સાડા નવથી એક વાગ્યા સુધી રોટરી ગ્રેટર ભવન કોઠારી ડાયગ્નોસ્ટીક્સની બાજુમાં, વિદ્યાનગર મેઈન રોડ ખાતે, ભાવનગરમાં તારીખ પાંચ ઓક્ટોબર શનિવારના રોજ બપોરે ત્રણથી સાડા છ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર અને ભુજમાં સાત ઓક્ટોબર સોમવારના રોજ બપોરે ત્રણથી સાડા છ ટાઉનહોલ ખાતે જાહેર જનતા માટે યોજાશે.
જીએમ ખાદ્ય પદાર્થો એ એવા ખોરાક છે જે જનીન રૂપાંતરિત જીવોમાંથી બનાવવામાં આવે છે, જેમાં વૈજ્ઞાનિકો એક જીવના ડીએનએમાંથી ચોક્કસ જીન લઈને બીજા જીવના ડીએનએમાં દાખલ કરે છે. છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ પાકને વધુ ઉત્પાદક, રોગ પ્રતિરોધક કે પોષણથી સમળદ્ધ બનાવવાનો હોય છે. જોકે, આ ટેકનોલોજી સાથે કેટલાક ગંભીર જોખમો પણ સંકળાયેલા છે.
જીએમ પાકો સજીવના ડીએનએમાં કુદરતથી વિરુદ્ધ અણધાર્યા અને પાછા ન વાળી શકાય તેવા ફેરફારો કરીને તૈયાર કરાય છે. ટામેટામાં માછલીના જીન્સ, ચોખામાં માનવના જીન્સ નાખવામાં આવે છે. પ્રાકળતિક સજીવ ખેતીની ફિલસુફી, વિભાવના અને ધોરણોમાં તે કયાંય માન્ય નથી. જીએમ પાકોની પરાગરજને કારણે સજીવ ખેતી થી ઉગાડેલ પાકમાં નવું અપ્રાકળતિક ડીએનએ ઘૂસીને તેને અભડાવી મૂકે એટલે તેને સજીવ ખેતીની પેદાશ ન ગણાય.
જીએમ ખાદ્ય પદાર્થોના સેવનથી માનવ આરોગ્ય પર અનેક પ્રકારની નકારાત્મક અસરો થઈ શકે છે. આમાં તીવ્ર એલર્જીક પ્રતિક્રિયાઓનું જોખમ, એન્ટિબાયોટિક પ્રતિરોધ, હોર્મોનલ અસંતુલન અને કેન્સરનું વધતું જોખમ સામેલ છે. વળી, જીએમ ખાદ્ય પદાર્થોના લાંબા ગાળાના સેવનથી ન્યુરોલોજિકલ સમસ્યાઓ જેવી કે અલ્ઝાઇમર અને પાર્કિન્સન રોગનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત, પાચનતંત્રની સમસ્યાઓ અને જનીનીક નુકસાનની શકયતાઓ પણ ચિંતાનો વિષય છે.
ભારતમાં, ૨૦૦૨માં બીટી કપાસને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ૨૦૧૦માં બીટી રીંગણ અને ૨૦૧૬ તથા ૨૦૨૧માં જંતુનાશક પ્રતિરોધક (ણ્વ્) રાયડાની મંજૂરી રોકવામાં આવી હતી. આ નિર્ણયોમાં જનતાના અવાજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સંમેલનમાં પદ્મશ્રી વૈજ્ઞાનિક સુમન સહાય, પ્રાકળતિક ખેતીના યુવા નેતા રાજેશ કળષ્ણન, જતન સંસ્થાના કપિલ શાહ, પ્રાકળતિક ખેતીના પુરસ્કર્તા ફુલભાઈ સેંજલિયા, ડો.વલ્લભભાઇ કથીરિયા અને ડો.કમલ પરીખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. દરેક શહેરમાં સ્થાનિક નિષ્ણાતો પણ તેમના વિચારો રજૂ કરશે.રાજકોટમાં યોજાનારા સંમેલન માટે હિમાંશુ લીંબાસીયા,મનીષભાઈ પારેખ, નેહાબેન પારેખ દિનેશ પટેલ, ભાવીનભાઈ, કાંતિભાઈ ભુત, અશ્વિનભાઈ, પ્રશાંત માંકડ, શીવલાલભાઈ. આશીષભાઈ, કેતનભાઈ લશ્કરી, રસીલાબહેન પટેલ, શીતલભાઈ, લોપાબહેન, અલ્પાબા, વિપુલભાઈ, જીતુભાઈ વાડોલીયા, ચૈતન્ય ઠાકર અટલ શર્મા ચિન્મથી હેમાણી, સુરજીતસિંગ જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટમાં છઠ્ઠી ઓક્ટોબર રવિવારના સવારે ૯.૩૦ થી ૧વાગ્યા સુધી રોટરી ગ્રેટર ભવન, કોઠારી ડાયગ્નોસ્ટીક્સની બાજુમાં, વિદ્યાનગર મેઈન રોડ ખાતે આ સમેલન યોજાયું છે. ત્યારે વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાય તે મહત્વનું છે. આ સંમેલનમાં કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે જોડાઈ શકે છે. આ માટે ઓનલાઇન નોંધણી કરાવવા માટે તથા વધુ વિગતો માટે હિમાંશુભાઈ લીંબાસીયાનો ૯૮૨૫૯ ૦૦૦૧૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા હિમાંશુભાઇ લીંબાસીયા, મનીષભાઇ પારેખ, ભરતભાઇ પરસાણા, દિનેશભાઇ પટેલ, અશ્વિનભાલ ચોહાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:26 PM IST)










