તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
સમગ્ર દેશવાસીઓએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવ્યુઃ નરેન્દ્રભાઇ
રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ‘સ્વચ્છ ભારત દિવસ' ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો : વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયુઃ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા સાંસદ પરસોતમભાઇ રૂપાલાની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ, તા. રઃ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ૨ જી ઓક્ટોબર ‘સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ સવારે ૦૯ કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
‘સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવેલ.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે, દેશનું સ્વચ્છતાનું સ્વપ્ન આજ પૂરું થતું જોવા મળે છે. આજ સ્વચ્છ ભારત મિશન યાત્રાને દસ વર્ષ પૂર્ણ થયેલ છે. આ યાત્રા કરોડો ભારતવાસીઓની કટીબધ્ધાતાનું પ્રતિક છે અને કરોડો દેશવાસીઓ આ અભિયાનમાં જોડાયા અને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. આ તમામ નાગરિકોએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવી દીધું છે. આપણા દેશના રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ-પૂર્વ ઉપરાષ્ટ્રપતિનો પણ આભાર વ્યક્ત કરું કે કારણકે તેમણે પણ સ્વચ્છ ભારત મિશનમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજે ભારતનો દરેક નાનામાં નાનો નાગરિક સ્વયં સફાઈ કરે છે. આજે દેશના અલગ-અલગ સ્થળોએ જે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે નેતાઓ, નાગરીકો, અધિકારીઓ પણ સ્વચ્છતામાં જોડાયા છે. મને જણાવતા આનંદ થાય છે કે આ સેવા પખવાડિયાના ૧૫ દિવસમાં દેશભરમાં ૨૭ લાખથી વધુ કાર્યક્રમો અને સ્વચ્છતા લગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. આજથી આવનારા ૧૦૦૦ વર્ષ પછી પણ સ્વચ્છ ભારત અભિયાનને જરૂર યાદ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારતનું હતું તેને પૂરું કરવાનું બીડું માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જડપ્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાને અથાગ પ્રયત્નો કર્યા છે. સ્વચ્છતા એ પ્રભુતા અને પ્રભુતા એ દિવ્યતા છે, આ દિવ્યતામાં સૌ સહભાગી થાવ તેવી સાંસદ પરસોતમ રૂપાલા, રાધવજીભાઇ પટેલ તથા નયનાબેન પેઢડીયાએ અપીલ કરી છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માન. શ્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ માન. શ્રી પરસોતમભાઈ રૂપાલાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, જીલ્લા કલેકટર પ્રભવ જોષી, જીલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, મહિલા મોરચાના મંત્રી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અશ્વિનભાઈ પાંભર, વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, નીતિનભાઈ રામાણી, કંકુબેન ઉધરેજા, રુચીતાબેન જોષી, મધુબેન કુગશીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, સીટી એન્જી. અતુલ રાવલ, ભાવેશ જીવાણી, આસી. કમિશનર બી.એલ. કાથરોટિયા, પી.એ.ટુ કમિશનર એન.કે. રામાનુજ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, વિરલ ચાવડા, પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, ઙ્કસ્વચ્છતા હી સેવા-૨૦૨૪ઙ્ઘ પખવાડીયા અંતર્ગત મહાનગરપાલિકા તથા જીલ્લા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા જીલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા આપવામાં આવી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડિયા અને સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી નીલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવેલ. વિજેતાઓને પ્રમાણપત્ર મંચ પરના મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા તેમજ આ કાર્યક્રમની આભારવિધિ સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવેલ.

નાગરિક ધર્મ બજાવી જાહેરમાં ગંદકી ન કરીએઃ રાઘવજીભાઇ પટેલ, પરસોતમભાઇ રૂપાલા તથા નયનાબેન પેઢડીયાની અપીલ
વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
રાજકોટઃ ‘સ્વચ્છ ભારત દિવસ' ઉજવણી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૭ સપ્ટે. થી તા.૨ ઓકટો સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪' પખવાડિયા દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. જેમાં
સ્વચ્છ વોર્ડ સ્પર્ધામાં વોર્ડ નં - ૧૪, વોર્ડ નં - ૦૮, વોર્ડ નં - ૦૫, વેસ્ટ ટુ આર્ટ સ્પર્ધામાં બંસી રત્નોતર, ભટી સાહિલ સલીમભાઈ, હેલૈયા ભાર્ગવ જયશુખભાઇ ચિત્ર સ્પર્ધામાં ધ્રુપ્તી અમૃતભાઈ ચાંડપા૪ સુમન ગુલઝારભાઈ જેસાણી, ડીમ્પી જ્ઞાનબાબુ દોહર કવિતા / જિંગલ લેખન સ્પધામાં પલક કુમારી બિહારીસિંહ રાજપૂત, પાર્થ કાનજીભાઈ સોલંકી, સિફાખાતુન સલિમભાઈ પઠાણ, નિબંધ લેખન સ્પર્ધામાં નીકી પપ્પુભાઈ રવાની, આશીષ મનિશભાઈ માયાણી, કિષ્ના જિવરાજભાઈ પરમાર, રંગોળી સ્પર્ધામાં લક્ષ્મી બાબુભાઈ જૈસ, જાનવી કિસ્મતભાઈ કુંવારીયા ,રિયા લક્ષમનભાઈ ચોસલા, સુત્ર લેખન સ્પર્ધામાં ચાંદ યુનુસભાઇ શાહમદાર,ઇચ્છા હરકેશભાઇ ગોસ્વામી, પ્રિન્સ ત્રીપુરારીભાઇ પાસવાન,સ્વચ્છતા ક્વિઝમાં માધવ ભરતભાઇ બાટીયા, જયોતી રાજેશભાઇ ગુપ્તા,ઋષીક પ્રફુલભાઇ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ગ્રામ પંચાયત સ્પર્ધા યોજવામાં આવેલ જે અંતર્ગત વિજેતા ગ્રામ પંચાયતના સરપંચશ્રીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા થયેલા ગ્રામ પંચાયતની યાદી જોઈએ તો, રાજસમઢીયાળા, કુવાડવા, અડબાલકા, રંગપર, ખંઢેરી, ભાડવા, ખેરડા, સાંઢવાયા.
(4:31 PM IST)










