તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
રાજકોટમાં નવરાત્રી અંતર્ગત હોટેલ્સ, ગેસ્ટ હાઉસમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચની ટીમોનું ઓચિંતું ચેકીંગ: દરરોજ અચાનક ટીમો ચેકીંગ કરશે

રાજકોટઃ આવતીકાલથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો હોઇ શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ. આર. ગોંડલિયા અને તેમની ૧૦ ટીમોએ શહેરના અલગ અલગ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ તેમજ કપલ બોક્સ, કાફે સહિતના સ્થળોએ સઘન ચેકીંગ કર્યું હતું. ગેર પ્રવૃત્તિઓ ન થાય અને કોઈ અસામાજિક તત્વો તો રોકાયા નથી ને તે. સહિતની તપાસ થઈ હતી. પોલીસ સતત આ કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રાખશે. પોલીસ કમિશનર બ્રાજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસિયાની રાહબરીમાં ટીમોએ ચેકીંગ કર્યું હતું.
(6:53 PM IST)










