<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

રાજકોટની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમા મુખિયાજી જયેશભાઈની પ્રેરણાથી નવ વિલાસ(પુષ્ટિ રાસોત્સવ)નું આયોજન

દ્વારકેશ મંડળ ગ્રુપ દ્વારા રાસોત્સવના અદ્ભુત આનંદનુ રસ-પાન કરાવશે:કાર્યક્રમ બાદ કણીકા પ્રસાદ (અલ્પ આહાર) પણ આયોજન

રાજકોટ : વૈષ્ણવો જેની આતુરતાથી રાહ જોતાં હોય છે તે નવ વિલાસના ભવ્ય કાર્યક્ર્મનો સમય આવી ચૂક્યો છે..
મુખિયાજી જયેશભાઈની પ્રેરણાથી નવ વિલાસ(પુષ્ટિ રાસોત્સવ)નું ભવ્ય આયોજન રાજકોટની સૌથી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમા યોજાશે
    તા. ૦૩/૧૦/૨૦૨૪ (એકમ) થી૧૨/૧૦/૨૦૨૪ (નોમ)ના રોજ સુધી  સાંજે ૦૬:૦૦ થી ૦૭:૩૦ કલાકે પ્રભુની ઝાંખી તેમજ  ઠાકોરજી સન્મુખ અલૌકિક નવ વિલાસ (રાસ ગરબા) નું આયોજન જેમાં ગાયક કલાકાર દ્વારકેશ મંડળ ગ્રુપ દ્વારા રાસોત્સવના અદ્ભુત આનંદનુ રસ-પાન કરાવશે.. તો સાથે જ પ્રોગ્રામની સમાપ્તી પછી કણીકા પ્રસાદ (અલ્પ આહાર) પણ આયોજન રાખેલ છે.
 સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રભુની અલૌકિક ઝાંખીનો લાભ લેવા તેમજ આ મંગલ રાસોત્સવને દીપવવા  સર્વે વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને મુખિયાજી જયેશભાઈ હરિદાસભાઈ તરફથી ભાવભર્યું નિમંત્રણ  પાઠવાયું છે 

 વધુ માહિતી માટે શ્રી શ્યામલાલજીની હવેલી (જૂની સદર ની હવેલી) ,પંચનાથ મંદિર મેઇન રોડ, જય સીયારામ ભગત પેંડાવાળા ની સામે રાજકોટ – ૩૬૦ ૦૦૧.( ઓફિસ નંબર : ૮૫ ૧૧ ૭૬૩ ૭૬૩)નો સંપર્ક સાધી શકાય છે

 

(11:05 PM IST)