News of Friday, 4th October 2024
સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ ચોથો દિવસ રાજયભરના DSOની આ બાબતે બપોર બાદ વીસી
રાજકોટના DSO દ્વારા હડતાલ સામે કોઇ કાર્યવાહી નહીં: પોલીસી લેવલનો પ્રશ્ન હોય અકળ મૌન

રાજકોટ તા. ૪: રાજકોટ સહિત રાજયભરના સસ્તા અનાજના દુકાનદારો ર૦ હજાર કમીશન તથા ૯૭ ટકા ફરજીયાત ઓનલાઇન મુદે ૧લી ઓકટોબરથી હડતાલ પર ઉતરી ગયા છે, આજે હડતાલનો ચોથો દિવસ છે, હજુ દુકાનદારો અને કાર્ડ હોલ્ડરો વચ્ચે માથાકુટ શરૂ થઇ નથી, પરંતુ આવતા અઠવાડિયાથી દેકારો વધશે. પુરવઠા નિગમના ગોડાઉનોમાં માલનો ભરાવો પણ થઇ ગયો છે.
દરમિયાન હડતાલ ચાલુ રહેતા ગાંધીનગરથી પુરવઠા સચીવે હડતાલ સામે અસરકારક પગલા લેવા, વિતરણ ન ખોરવાય તે જોવા સહિતના મુદાઓ અંગે આજે બપોર બાદ રાજયભરના ડીએસઓ સાથે વીસી યોજી છે, બીજી બાજુ રાજકોટ DSO દ્વારા પણ હડતાલ સામે નકકર કાર્યવાહી કરાઇ નથી, પોલીસી લેવલનો પ્રશ્ન છે તેમ તમામે અકળ મૌન સેવી લીધું છે.
(3:04 PM IST)










