<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

રાજકોટની ટોપ - ૧૦માં ગણાતી જંકશન પ્‍લોટની ગરબીનો ૫૮માં વર્ષમાં પ્રવેશ

જનકભાઇ કોટકના માર્ગદર્શનમાં ચાલતી ગરબીમાં બાળાઓને મંડળ તરફથી ડ્રેસ અપાય છે : અવનવા રાસ રજૂ

રાજકોટ : પ્રાચીન અને સાંસ્‍કૃતિક ગરબીનો સમ્રાટ એટલે ૧૫-જંકશન પ્‍લોટની ગરબી જેઓએ રાજકોટની ૬૦૦ થી વધારે ગરબીમાં ‘ટોપ ઇન ટાઉન'નો ૧૧ વખતથી વારે વખત બીરૂદ મેળવેલ છે. આ ગરબી ગુજરાત નહી ગુજરાતની બહાર પણ સીમલા ખાતે ૧૯૯૩માં ગરબી હરીફાઇમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્‍ત કરેલ.

આ ગરબીના આધ્‍ય સ્‍થાપક એવા સ્‍વ. શ્રી ભીખુભાઇ ગોસ્‍વામી કે જેઓ પોતે પણ કલા અને સંસ્‍કૃતીનું જતન કરવા ૧૯૬૨માં નવરાત્રી એટલે સત્‍ય અને સંસ્‍કૃતિની ઉપાસના માટે નવરાત્રી મહોત્‍સવ મંડળની સ્‍થાપના કરી. આજ તેઓના અવસાન બાદ રાજકોટના પૂર્વ મેયર શ્રી જનકભાઇ કોટક બે દાયકાથી વધુ વખતથી ગરબીનું સંચાલન કરી રહ્યા છે.

આ ગરબી ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ ગરબી મંડળ દર વર્ષે માં ના ગુણગાન ગાવા ગરબાવલી છપાવે છે. તે પણ ૪ દાયકાથી વધારે વખત થયેલ છે. આ ગરબી જનતા જનાર્દનના સહયોગથી ચાલતી આવી રહી છે. આ ગરબીની વિશીષ્‍ટતા આ મુજબ છે. આ ગરબી બીન સાંપ્રદાયીકતાના ધોરણે ચાલે છે. - આ ગરબીમાં હિન્‍દુ, મુસ્‍લીમ, શીખ, ખ્રિસ્‍તી તેમજ અન્‍ય જ્ઞાતીની બાળાઓ આ ગરબીમાં રમી ચૂકેલ છે. - ગરબીની બાળાઓને નોરતા દરમ્‍યાન ડ્રેસ ગરબી તરફથી આપવામાં આવે છે. - માં શકિતના ગુણગાન ગાતા કલાકારો ટી.વી અને આકાશવાણી માન્‍ય કલાકારો છે. - ગરબીમાં ડ્રેસ ગાયકી અને એકશન પ્રાચીન સંસ્‍કૃતીને જાળવીને બાળાઓ રાસ રમે છે.

આ આયોજનને સફળ બનાવવા મંડળના હોદ્દેદારો પ્રમુખ શ્રી જનકભાઈ કોટક- ૯૯૭૯૯ ૫૦૨૫૬, ઉપપ્રમુખ-શ્રી અશ્વિનભાઈ માણેક -૯૦૧૬૪ ૭૦૭૦૧, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ગોસ્‍વામી  -૯૩૭૪૧ ૦૦૮૨૧, મહામંત્રી - શ્રી સુરેશભાઈ રત્‍ નેશ્‍વર, મંત્રી - શ્રી રાજુભાઈ ગોસ્‍વામી, મંત્રી - શ્રી અમિતભાઈ કોટક - સહમંત્રી -શ્રી હિમાંશુ માણેક, ખજાનચી - શ્રી કેશવભાઈ કે. પરમાર, સહખજાનચી - શ્રી મહેશભાઈ ઠકકર, ડાયરેકટર - શ્રી ખ્‍યાતીબેન પરમાર, આસીસ્‍ટન્‍ટ - શ્રી કલ્‍પનાબેન સોલંકી - શ્રી સોનલબેન વાછાણી, ગાયક વળંદઃ- એનાઉન્‍સર તથા ગાયક- શ્રી પ્રવિણભાઈ વ્‍યાસ, ગાયકઃ- શ્રી કુમનભાઈ નિમાવત, સ્‍વાગત સમિતીઃ- શ્રી જીગ્નેશભાઈ સોની, શ્રી યોગેશ બોરીચા, શ્રી સુનીલ ગોસ્‍વામી સેવા આપી રહ્યા છે.(તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:13 PM IST)