<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

મેમરી ચેમ્‍પિયનશીપમાં રાજકોટના પ સ્‍પર્ધકો નેશનલમાં ઝળકયા : ૧૮ મેડલ જીતી લાવ્‍યા

હવે એશીયા અને વર્લ્‍ડ લેવલે ભાગ લેવા તૈયારી : ટ્રેનર મેહુલ શિહોરા દ્વારા સઘન તાલીમ

તસ્‍વીરમાં ટ્રોફી અને મેડલ સાથે સ્‍પર્ધક વિદ્યાર્થીઓ અને તેમને તાલીમ આપનાર નેશનલ ટ્રેનર મેહુલ શિહોરા (મો.૯૭૨૫૯ ૯૪૬૭૫) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૪ : યાદ શક્‍તિની કાબેલીયતની કસોટી ગણાય તેવી સ્‍પર્ધામાં રાજકોટના બાળકોએ ઝળહળતી સિધ્‍ધી મેળવી છે. મુંબઇમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કક્ષાની મેમરી ચેમ્‍પીયનશીપમાં ભાગ લઇ પ સ્‍પર્ધકો ૧૮ મેડલ જીતી લાવ્‍યા છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્‍પર્ધકો અને તેમના ટ્રેનર મેહુલ શિહોરાએ જણાવ્‍યુ હતુ કે પહેલા સ્‍ટેટ લેવલે મેમરી ચેમ્‍પીયનશીપ સ્‍પર્ધા યોજાઇ હતી. જેમાં પસંદગી પામેલ આ સ્‍પર્ધકોએ તાજેતરમાં મુંબઇ ખાતે યોજાયેલ રાષ્‍ટ્રીય કક્ષાની મેમરી ચેમ્‍પિયનશીપમાં કૌવત બતાવ્‍યુ હતુ. કુલ ૨૨૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્‍પર્ધકોને પ્રોત્‍સાહન પુરૂ પાડવા આ સ્‍પર્ધામાં મેમરી સ્‍પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના ચેરમેન અમૃત જાદવ, વાઇસ ચેરમેન પ્રણિત ગાયકવાડ તેમજ મશહુર કોમેડીયન નવિન પ્રભાકર તેમજ મ્‍યુઝિક વિન્‍ડોઝના શોધક વિક્રાંત દાદા ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્‍લઇંગ કાર્ડ, હિસ્‍ટોરીકલ ડેઇટ, સ્‍પોકન નંબર, સ્‍પીડ કાર્ડ, નેમ એન્‍ડ ફેઇસ, રેન્‍ડમ ઇમેજ જેવી અલગ અલગ ૧૦ ઇવેન્‍ટ પસાર કરી રાજકોટના પ વિદ્યાર્થીઓએ મેદાન મારી બતાવ્‍યુ હતુ.

આ સ્‍પર્ધામાં ગુજરાત માઇન્‍ડવીઝ એજયુપ્રાઇઝ ટીમના પ્રજાપતિ વિરેન્‍દ્ર જુનીયર કેટેગરીમાં ફસ્‍ટ રનર્સઅપ સાથે ૧૦,૦૦૦ પ્રાઇઝમની સાથે ટ્રોફી, ૧ ગોલ્‍ડ મેડલ, ૬ સિલ્‍વર મેડલ અને ૧ બ્રોન્‍ઝ મેડલ મેળવી ઓલઓવર ભારતમાં પ મો રેન્‍ક મેળવેલ.

આ ઉપરાંત શાહુ રોહિત ૧ ગોલ્‍ડ મેડલ, ર સિલ્‍વર અને ર બ્રોન્‍ઝ મેડલ મેળવેલ. કીડ્‍ઝ કેટેગરીમાં વેદ અંદાનીએ ર ગોલ્‍ડ મેડલ અને ૧ સિલ્‍વર મેડલ હાંસલ કર્યો હતો. જયારે શેખલિયા હિતાર્થી અને સાવલિયા ક્રિષ્‍નાએ બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો હતો.

 

(3:15 PM IST)