તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th October 2024
નવદુર્ગાની આરાધના સંગીતની સાધના સાથે જૈનમ કામદાર નવરાત્રીનો પ્રારંભ
મહેમાનોનું વિન્ટેજ કારમાં અભિવાદન, બાળાઓ દ્વારા માતાજીની આરાધના સાથે મા ભારતીની આરાધના

રાજકોટઃ જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નો પહેલા નોરતાનાં પાવન દિવસે એક ધમાકેદાર ઓપનીંગ સેરેમની યોજી ભાતીગળ સાફામાં સજ્જ ઉદઘાટકો દ્વારા રીબીન કાપીને ખુલ્લો મુકાયેલ. તમામ મહેમાનોએ વિન્ટેજ કાર અને ઓપન જીપમાં સવાર થઈને તમામ લોકોનું અભિવાદન જીલ્યું હતું. આ તકે નાની બાળાઓ દ્વારા માં નવદુર્ગાનાં નવ સ્વરૂપ સાથે ભારત માતાની વેશભુષાથી સજ્જ બાળાઓ સૌથી મોખરે જોડાયા હતા. માતાજીની આરાધના સાથે માં ભારતીની સાધના પણ કરવામાં આવી હતી. તમામ મહેમાનોએ તીરંગો લહેરાવીને માહોલમાં દેશ ભકિતનો રંગ ભરી દીધો હતો.
આ રાસોત્સવને શ્રીમતિ દામીનીબેન કામદાર, હિતેશભાઈ મહેતા, વિભાશભાઈ શેઠ, જયભાઈ ખારા, જેનીશભાઈ અજમેરા, શૈલેષભાઈ માંઉ, ચંદ્રકાંતભાઈ શેઠ સહીતનાં મહાનુભાવોનાં હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જૈનમ પરિવારનાં તમામ કમીટી મેમ્બરો એક સરખા વષા પરિધાન કરી, ખેલૈયાઓ રંગબેરંગી ભાતીગણ વેશભુષામાં જોડાયા હતા. આ તકે તીરંગાની થીમ ઉપર આધારીત રંગીન બલુન થી સજાવટ કરવામાં આવી હતી. ધમાકેદાર મ્યુઝીક અને લાઈટીંગ માધ્યમથી રેલી સ્વરૂપે આ સેરેમની યોજાઈ હતી. પ્રથમ નોરતે નાના બાળકો, યુવાનો, મહીલાઓ ઉપરાંત સીનીયર સીટીઝન સાથે વિવિધ રંગી પાઘડીઓ, ટ્રડીશ્નલ સાથે લેટેસ્ટ ડીઝાઈનીંગનાં વષાોનાં સમન્વય સાથે પરિધાનમાં સજ્જ ખેલૈયાઓથી રાસોત્સવનું મેદાન શોભી રહયું હતું.
સંગીતકાર પંકજભાઈ ભટ્ટની આગેવાનીમાં સાંજીદાઓની ટીમ દ્વારા ધમાકેદાર સંગીતની સુરાવલીઓ વચ્ચે ગાયક કલાકારોએ ઉપસ્થિત તમામ લોકોને રાસે રમવા મજબ્ુાર કરી દે તેવું વાતાવરણ ઉભુ કરેલ હતું.
રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ હીત શાહ, બીજા નંબરે કળશ મહેતા, ત્રિજા નંબર પ્રિયાંશ શાહ જ્યારે ઙ્ઘિન્સેસ તરીકે પ્રથમ અમી કોઠારી, બીજા ક્રમે રિયા દોશી અને ત્રિજા ક્રમે રૂચીરા મહેતા તેમજ કીડ્સમાં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે ધ્યેય શેઠ, બીજા નંબરે આદીત્ય પટેલ, ત્રિજા ક્રમે રીસીવ મહેતા અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે જીનલ ઝાટકીયા, બીજા નંબરે માન્યા શાહ, ત્રિજા નંબરે હેત્વી દોશી વિજેતા બન્યા હતા.
જ્યારે વેલડે્રસ પ્રિન્સમાં પ્રથમ નંબરે દિપેશ માવાણી, બજાિ નંબરે ધવલ કોઠારી, ત્રિજામાં હર્ષ મહેતા અને વેલડ્રેસ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે શ્વેતા કોઠારી, બીજા નંબરે સુનીધી ઉદાણી અને ત્રીજા નંબરે ભવ્યા કોઠારી ઉ૫રાંત વેલડે્રસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે જૈનમ પાટડીયા, બીજા નંબરે ક્રિશીવ શાહ, ત્રીજા નંબરે પ્રશીન શાહ અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર આશ્વી મહેતા, બીજા નંબરે તનીષ્કા મહેતા, ત્રીજા નંબરે સૌમ્યા શેઠને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ગાયક કલાકાર પરાગીબેન અમર (પારેખ) કે જેઓ બરોડાનાં રહેવાસી છે તેઓ દર વર્ષે જૈનમ નવરાત્રી મહોત્સવ સાથે સંકળાયેલા રહયા છે. તેઓ આગામી તા.૫,૬ અને ૭ નાં રોજ જૈનમ રાસોત્સવનાં ખેલૈયાઓને પોતાના કંઠનાં કામણ થી રાસે રમાડવા જમાવટ કરશે.
(3:51 PM IST)










