<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

મન મોર બની થનગનાટ કરે... અકિલા રઘુવંશી બીટસમાં પ્રથમ નોરતે જમાવટ

આવતીકાલે બગસરાના વૈષ્‍ણવાચાર્ય પૂ. ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ અને તેમના લાલન પૂ.શ્રી રશેશ્વરબાવાશ્રી આશીર્વચન આપશે : ગ્રાઉન્‍ડ ઉપર ખેલૈયાઓ માટે સેલ્‍ફી ઝોનની વ્‍યવસ્‍થા : ડેઇલી પાસ વિતરણ

રાજકોટ : રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત શારદીય નવરાત્રી ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪'માં આવતીકાલે બગસરાના વૈષ્‍ણવાચાર્ય પૂ.પા. ગો. ૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી ઝનાના સાથે તેમજ તેમના લાલન પૂ.પા.ગો.શ્રી રશેશ્વરબાવાશ્રી પણ પધારશે.

પ્રથમ નોરતે ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે પૂર્વ રાયજાદા, સત્‍યમ અમલાણી, રૂદ્ર કકકડ તથા પ્રિન્‍સેસ તરીકે બુધ્‍ધદેવ ગ્રીશા, રૂપારેલીયા કાવ્‍યા, રીતીકા બલદેવ વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્‍સ કાનાબાર નીશીત તથા પ્રિન્‍સેસમાં જેસીકા ભીમજીયાણી તથા ગ્રુપ -બી માં પ્રિન્‍સ તરીકે કિશન કાનાબાર, મણીયાર ચિંતન, કેવલ દતાણી તથા પ્રિન્‍સેસ તરીકે પુજારા ચાંદની, ક્રિષ્‍ના રાજા વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં અલ્‍પા ઠાકર, જેનીલ ઉનડકટ તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ તરીકે હિતેશભાઈ આહયા તથા પ્રિન્‍સેસ તરીકે ઉજાલા ઠકકર તથા વેલડ્રેસમાં જીવરાજાની રીયા વિજેતા બન્‍યા હતાં.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સાધુ વાસવાણી રોડના ગ્રાઉન્‍ડમાં પ્રથમ નોરતે ‘અકિલા- રઘુવંશી બીટસ'માં દાંડીયા રાસમાં દરરોજ અવનવી થીમ સાથે સેલ્‍ફી ઝોનમાં ફોટા પડાવવા ખૈલૈયાઓ માટે વ્‍યવસ્‍થા કરાઈ છે, નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી ફીલ્‍મ દુનીયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે.

‘માડી તારો ગરબો ઘુમતો જાય....', ‘માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે...', ‘મન મોર બની થનગાટ કરે..', ‘રઘુકૂળ યુવા ગ્રુપ એ દીઠેઠા, હરીઓમ વિઠ્ઠલા...'ના અર્વાચીન ગરબાઓની રમઝટ જામી હતી. વિશાળ ગ્રાઉન્‍ડ મા હજારો ખૈલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે. સજજડ પાકીંગ વ્‍યવસ્‍થા કરાઈ છે. રઘુકૂળ યુવા ગ્રુપના કાર્યકરો દેખરેખ રાખી રહયાં છે.

પ્રથમ નોરતે મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ સહિતની આયોજક ટીમ દ્વારા નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવેલ.

રાસોત્‍સવમાં અત્‍યાઘુનીક ૧ લાખ વોલ્‍ટની ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ રાખવામા આવી છે. વોર્ટેક સ્‍પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈંગ સીસ્‍ટમનાં સથવારે ધૂમ મચાવી રહ્યાં છે. મોહીતભાઈ ખાખરીયાના પાવતી ટૂસની રોશનીથી સમગ્ર ગ્રાઉન્‍ડ ઝળહળી રહ્યું છે. સમગ્ર પરિસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમન બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડી રહ્યાં છે.

સલાહકાર સમિતીના સભ્‍યો રમણીકભાઈ દાવડા, લલીતભાઈ બુધ્‍ધદેવ, વિજયભાઈ કકકડ, વિવેકભાઈ રૂપારેલીયા, જગદીશભાઈ બલદેવ, જયેશભાઈ લાખાણી, રાજુભાઈ સાયાણી, રવીભાઈ કકકડ, ધીરૂભાઈ વસંત, કલ્‍પેશભાઈ કોટક સહિતના રાસોત્‍સવની તૈયારી અંગેનું જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યાં છે. યુવા કમિટીના માલવભાઈ વસાણી, નિરવભાઈ રૂપારેલીયા, નિશાદભાઈ સુચક, ધર્મેન્‍દ્રભાઈ કારીયા, કિશનભાઈ પોપટ, ચિંતનભાઈ વિઠ્ઠલાણી, જયભાઈ દેવાણી, પારસભાઈ કુંડલીયા, વિનીતભાઈ સોમૈયા, શુભમભાઈ કતીરા, પાર્થભાઈ સચદે, પ્રિયાંતભાઈ, સંદીપભાઈ ગંદા, સાર્થકભાઈ ગણાત્રા, હાર્દિકભાઈ ચોલેરા, કિશનભાઈ ચોલેરા, તુષારભાઈ વિઠ્ઠલાણી, તુષારભાઈ રૂપારેલીયા, ધવલભાઈ પોપટ, આકાશભાઈ લાખાણી, મિતભાઈ લાખાણી, હિરેનભાઈ અનડકટ, સિધ્‍ધાર્થભાઈ રૂપારેલીયા, હિમાંશુભાઈ વસંત, હિરેનભાઈ પોપટ, નિરવભાઈ કકકડ, પાર્થભાઇ બુધ્‍ધદેવ, રાજુભાઈ નાગરેચા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે કાર્યાલય, જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭, ૮૭૫૮૫ ૮૫૮૪૮, ૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:52 PM IST)