News of Friday, 4th October 2024
શ્રી ગુ.ક્ષ.કડીયા જ્ઞાતિ, સમસ્ત રાજકોટ દ્વારા ત્રિવિધ સમારોહનું સમાપન
જ્ઞાતિના આગેવાનો તેમજ યુવા ભાઇઓ, બહેનોને શિક્ષિત દિક્ષીત અને સંગઠીત બનવા માટેની નરેન્દ્રભાઇ સોલંકીની અપીલ :વિજયભાઇ રૃપાણી, સાંસદ પરસોતમભાઇ રૃપાલા, મુકેશભાઇ દોશી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ગોવિંદભાઇ પટેલ, રાજુભાઇ ધ્રુવ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, નીલુબેન જાદવ, મનીષભાઇ રાડીયા, વિક્રમભાઇ પુજારા, શિલ્પાબેન જાવીયા, કિશોરભાઇ પરમાર, ડો.પંકજભાઇ રાઠોડ, મનસુખભાઇ ટાંક, હેમરાજભાઇ કાચા, ડી.પી.રાઠોડની ઉપસ્થિતી

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૃ શ્રી જીવરાજ બાપુ)ની અધ્યક્ષતામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના વિદ્યાર્થી દીકરા–દીકરીઓના હિતાર્થે મેગા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, રાજકોટ સંસદ સભ્ય પરસોતમભાઈ રૃપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રા.મ્યુ.કો.ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ,ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, નેતા નીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, વિક્રમભાઈ પુજારા હાજર રહેલ હતા. આ તકે સાંસદ સભ્ય પરસોતમભાઈ રૃપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, રાજકોટ શહેર ભા.જ.૫ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, દંડક મનીષભાઈ રાડીયા વિગેરેએ જણાવેલ હતુ કે હાલની આ એકવિસમી સદી શિક્ષણ અને સંગઠનની સદી છે સમાજના દરેક દિકરા દિકરીઓ શિક્ષીત બને, દિક્ષીત બને અને દરેક સમાજની સાથે કદમથી કદમ મીલાવીને ચાલી શકે તેના માટે શિક્ષણ ખુબજ આવશ્યક છે જેટલુ દિકરાઓ માટે શિક્ષણ આવશ્યક છે તેનાથી પણ વધારે દિકરીઓ માટે પણ શિક્ષણ આવશ્યક છે શિક્ષણની સાથે સાથે કોમ્પ્યુટરનુ જ્ઞાન તેથી પણ વિશેષ આવશ્યક છે. શિક્ષણ હશે પરંતુ કોમ્પ્યુટરની અને હાલની નવીનવી ટેકનોલોજીનું જ્ઞાન નહીં જાણતા હોઈએ તો આપણે અભણ જ છીએ એવુ લાગે છે. હાલની એકવીસમી સદીમાં દરેક પ્રકારની ટેકનોલોજી દરેક પ્રકારના શિક્ષણ હોવાથી દુનીયા આપણી મુઠ્ઠીમાં છે. કોમ્પ્યુટરની અંદર એક કલીક કરવાથી ઓલ વલ્ડની અંદર બનતા વિષયોને આપણે આંગળીના ટેરવે જોઈ શકીએ છીએ. કડિયા સમાજના દિકરા દિકરીઓ માટે નરેન્દ્રભાઈ સોલંકી કે જેઓ ઘણા વર્ષોથી કડિયા સમાજની પ્રમુખની જવાબદારીઓ નિભાવે છે. કડિયા સમાજના શ્યામવાડી ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ ટાંક, પ્રમુખ હેમરાજભાઈ કાચા, વિધાર્થી બોડીંગના અધ્યક્ષ નરસિંહભાઈ સવાણી, વિદ્યાર્થી મંડળના પ્રમુખ ડી.પી.રાઠોડ, શ્યામવાડી ટ્રસ્ટના ઉપપ્રમુખ કિશોરભાઈ પરમારપી.પી. રાઠોડ, જ્ઞાતિ સમસ્તના મંત્રી હસુભાઈ ચોટલીયા, રમતગમત અને સાંસ્કળતિક સમિતિના ચેરમેન વિરેનભાઈ કાચા, જેન્તીભાઈ ગાંગાણી, એડવોકેટ પરેશભાઈ મારૃ, એડવોકેટ તેજસભાઈ ગાંગાણી, રતીભાઈ ટાંક, નરેન્દ્રભાઈ રાઠોડ, કાંતીભાઈ રાઠોડ, દામજીભાઈ ચોટલીયા, પિયુષભાઈ ટાંક એડવોકેટ, પ્રકાશભાઈ સાપરીયા, હસમુખભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહીલ, રાકેશભાઈ મનાણી, ભરતભાઈ રત્નાણી, તેજસભાઈ મકવાણા, દિનેશભાઈ જાવીયા, જગદીશભાઈ વાધેલા, દિનેશભાઈ સોલંકી, કરશનભાઈ ગાંગાણી, રશ્મીનભાઈ કાચા, રાજુભાઈ કાચા, અનીલભાઈ સાપરીયા, હરીભાઈ પરમાર, ભાવીનભાઈ ચોટલીયા, સંજયભાઈ ગાંગાણી, જ્ઞાનેન્દ્રભાઈ (પીન્ટુભાઈ) સોલંકી, અશોકભાઈ સોલંકી, દિપકભાઈ કાચા, રસીકભાઈ કાચા, વિશાલભાઈ વરૃ વિગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન પૂર્વ આર.એમ.સી.ના આરોગ્ય અધીકારી પી.પી. રાઠોડ, ઈનામ વિતરણ અને કિશોરભાઈ પરમાર, હસુભાઈ ચોટલીયા તેમજ વિદ્યાર્થી મંડળના અને સમાજના દરેક કાર્યકર્તાઓએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતીના છાત્રોને ૧૦ ચોપડા સેટ, સ્કુલ બેગ તથા દરેક વર્ગમાં પ્રથમ ૧ થી ૩ નંબર આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરવામા આવ્યુ. કુલ ૧૪૭૦ વિદ્યાર્થીઓને શીલ્ડ અને સન્માન પત્ર આપવામાં આવેલ.તેમ નરેન્દ્રભાઇ સોલંકીએ અંતમાં જણાવ્યું હતું.
(4:01 PM IST)










