News of Friday, 4th October 2024
કલબ યુવી નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભઃ ખેલૈયાઓ ઝુમ્યા
ગાયક કલાકારોએ ખેલૈયાઓને ડોલાવ્યાઃ સાંસદ પરસોતમભાઇ રૃપાલા અને ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયાની ઉપસ્થિતી

રાજકોટઃ ૧૫ વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'કલબ યુવી નવરાત્રી મહોત્સવ –૨૦૨૪'નો પ્રથમ નોરતે ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં ધમાકેદાર પ્રારંભ થયો હતો. પારીવારીક માહોલમાં ખૈલૈયાઓએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો. પ્રથમ નોરતે અતિથિ વિશેષ તરીકે સાંસદ પરસોતમભાઇ રૃપાલા ઉપસ્થિત રહયા હતા. પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ વિરપરીયા, રામજીભાઈ પનારા, જમનભાઈ ભલાણી, કાંતીભાઈ માકડીયા, ઘીરૃભાઈ ડઢાણીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, એન.જે.પ્રિન્ટર્સના નીલેશભાઈ, શ્યામલ ગ્રુપના અમીતભાઈ ત્રાંબડીયા, શિલ્પન ગ્રુપના સમીરભાઇ કાલરીયા, ગેઇટ વે ગ્રુપના યોગેશભાઈ ગરાળા, લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઈ ગજેરા, જયભાઈ માવાણી, શાપર વેરાવળ ઈન્ડ. એસોસીએશનના અમૃતભાઈ ગઢીયા, રતીભાઈ સાદરીયા, રસીકભાઈ સુરેજા, કેતનભાઈ ભલાણી, એનીમલ હેલ્પલાઇનના મીતલભાઈ ખેતાણી, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના ટ્રસ્ટીઓએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. કલબ યુવીના આંગણે જગતજનની મા ઉમિયાની પૂજન અર્ચન આરતી માટે ગ્રાઉન્ડમાં મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે. દરરોજ જુદા જુદા શણગાર કરવામાં આવે છે. માતાજીની આરતી બાદ જ રાસોત્સવની શરૃઆત કરવામાં આવે છે. રાસોત્સવમાં ગઇકાલે પ્રથમ નોરતે વિવિધ કેટેગરી વાઈસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ત્રાંબડીયા ધાર્મી, પનારા ઋીશીકા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ શોલીયા સુમીત, ધોડાસરા દર્શ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કાસુન્દ્રા વીધી, વાછાણી ભકિત, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે નિહાર બેરા, યુગ મણવર, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે માકડીયા જીયા, ઘેટીયા મીસરી, સવસાણી સાક્ષી, વેલ ડ્રેસ પ્રિન્સ ઘરસંડીયા યુગ, કણસાગરા ધ્રુવ, પાડલીયા જીત, પ્રિન્સેસ તરીકે ઘેટીયા માનસી, ચાંગેલા ધારા, ડરાણીયા ભકિત, પ્રિન્સ તરીકે હિંગરાજીયા સુનીલ, કાવઠીયા માનવ, ગોલ જયદીપ વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, સિદસર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા, શિલ્પન ગ્રુપના ભરતભાઈ ડઢાણીયા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જી. એચ.એચ. ગણાત્રા, શ્યામલ ગ્રુપના શૈલેષભાઈ ભાલોડીયા, સંસ્કૃતિ ગ્રુપના ઋષિતભાઈ ગોવાણી, કેયુરભાઈ વડાલીયા, કલબ યુવીનવરાત્રી મહોત્સવના એડવાઇઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, તેમજ કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઇ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. ચુનીંદા કલાકારો સિંગર મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવ્યા હતા. મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ દરરોજ નવી નવી થીમ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને રમવાની સુવિધા માટે ડબલ લેયલ કારપેટ, કુડઝોન કેન્ટીન, દર્શકો માટે પેવોલીયન ગેલેરી, આર્કષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં પ૦ ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. કિન, હાઈટેક સાઉન્ડ સીસ્ટમ, ઇન્ટરનલ પાર્કીંગ, તથા ચુસ્ત સીકયોરીટીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.
(4:13 PM IST)










