તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 4th October 2024
કોલેજીયન છાત્રાને કુટુંબી ભાઇએ પ્રેમજાળમાં ફસાવીઃ રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનના બાથરૃમમાં બળાત્કાર
પહેલા ફોનમાં મેસેજ કર્યા, પછી કહ્યું મને મળવા નહિ આવ તો હું મરી જઇશ...રાજકોટથી અમદાવાદ, સુરત, મુંબઇ, મુંબઇથી ફરી સુરત, જામનગર, દ્વારકા લઇ ગયોઃ દ્વારકાથી જામનગર થઇ રાજકોટ આવ્યો રેલ્વે સ્ટેશન અને હોસ્પિટલમાં રોકાયાઃ છેલ્લે બીજી ઓકટોબરે બળજબરી આચરી લીધી : કુવાડવા રોડ પોલીસે ઓગણીસ વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ પરથી બળાત્કાર-ધાકધમકીનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો

રાજકોટ તા. ૪: રાજકોટ હોસ્ટેલમાં રહી કોલેજમાં ભણતી ઓગણીસ વર્ષની છાત્રાને તેના જ કુટુંબી કાકાના દિકરાએ ફોનમાં મેસેજ કરી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી તેમજ જો તું મને મળવા તારી કોલેજ પાસે નહિ આવ તો હું મરી જઇશ કે તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી તેણીને રાજકોટથી અમદાવાદ, સુરત, મુંબઇ લઇ જઇ ત્યાંથી પરત મુંબઇ, સુરત, જામનગર, દ્વારકા, રાજકોટ એ રીતે અલગ અલગ શહેરમાં ફેરવી છેલ્લે આજથી બે દિવસ પહેલા રાજકોટથી સુરેન્દ્રનગર ટ્રેનમાં જતી વખતે રસ્તામાં ટ્રેનના જનરલ ડબ્બાના બાથરૃમમાં તેણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીને સકજામાં લીધો છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે ભોગ બનનાર ૧૯ વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ પરથી થાનગઢના પંથકના યુવાન વિરૃધ્ધ આઇપીસી ૩૭૬ (૧), ૫૦૬ (૨) મુજબ પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારી ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર યુવતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજકોટ હોસ્ટેલમાં રહી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરુ છું. મારી સાથે બળજબરી કરનારો શખ્સ મારા કુટુંબી કાકાનો દિકરો થાય છે. જે અમારા ગામમાં જ રહે છે. આ કારણે અમારે ફોન વ્હોટ્સએપમાં અવાર–નવાર વાતચીત થતી હતી. એકાદ વર્ષથી અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. આથી અમે કયારેક સમય મળે તો રાજકોટમાં આજીડેમ ખાતે મળતાં હતાં અને વાતચીત કરતાં હતાં. એ પછી હું હોસ્ટેલ પરત આવી જતી હતી. એક વખત હું ઉનાળુ વેકેશન કરવા મારા ઘરે ગઇ હતી ત્યારે બપોરના સમયે મને કાકાના દિકરાએ મેસેજ કરી તુ મને મારા ઘરે મળવા આવ, નહિ આવ તો હું મરી જઇશ...તેવો મેસેજ કર્યો હતો. મેં બીકના માર્યા કોઇને વાત કરી નહોતી અને વેકેશન પુરુ થતાં ફરી રાજકોટ ભણવા આવી ગઇ હતી અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો.
પરંતુ બીજા જ દિવસે કાકાની દિકરીએ મને ફોન કરી જણાવેલ કે તું તેનો નંબર બ્લોકમાંથી કાઢી નાખજે નહિતર તે મરી જશે, આથી મેં તેનો નંબર બ્લોકમાંથી કાઢી નાખ્યો હતો. એ પછી બીકમાં ને બીકમાં કોઇને વાત કર્યા વગર તેની સાથે વાતચીત કરતી હતી. દરમિયાન ગત ૧૫/૯/૨૪ના રોજ હું સાંજના સમયે રાજકોટ મારી હોસ્ટેલ ખાતે હતી ત્યારે મને તેણે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આવતીકાલે તા. ૧૬ના હું તારી કોલેજ પાસે સવારે સાડા નવેક વાગ્યે આવીશ, તું મારી સાથે નહિ આવે તો હું મરી જઇશ કાં તો તારા ભાઇને મારી નાખીશ. તેવી વાત કરતાં મને બીક લાગતાં હું ૧૬મીએ સવારે હોસ્ટેલથી નીકળી કોલેજની બહાર ઉભી હતી. તે વખતે તે આવ્યો હતો.
આ વખતે એક બાઇકવાળા ભાઇ નીકળતાં અનિલે હાથ ઉચો કરી એ ભાઇને અટકાવ્યા હતાં તેના વાહનમાં અમે બેસીને અમે યાર્ડ પાસે આવ્યા બાદ રિક્ષા બાંધી બસ સ્ટેશને ગયા હતાં. ત્યાંથી અમદાવાદની એસટી બસમાં બેસી ગયા હતાં. સાંજે ચારેક વાગ્યે અમદાવાદ પહોંચી બસ સ્ટેશનમાં જ અમે બંને સુઇ ગયા હતાં. તેની પાસે રૃપિયા ખુટી જતાં તેણે તેનો મોબાઇલ વેંચી દીધો હતો. બે દિવસ ત્યાં રોકાયા પછી રેલ્વે સ્ટેશનેથી સુરત ગયા હતાં.સુરત રેલ્વે સ્ટેશનના વેઇટીંગમાં રોકાઇ ત્રણ દિવસ કાઢ્યા હતાં. એ પછી સુરતથી મુંબઇ ટ્રેનમાં ગયા હતાં. મુંબઇ એક દિવસ રોકાઇ ફરી ટ્રેનમાં સુરત અને સુરતથી જામનગર ગયા હતાં. જામનગરમાં એક દિવસ દ્વારકા ગયા હતાં. ત્યાંથી પરત જામનગર આવી ત્યાંથી રાજકોટ આવી રાજકોટ રેલ્વે સ્ટેશનમાં ત્રણ દિવસ રોકાયા હતાં. રાહદારી પાસેથી ફોન લઇ તેણે તેના મ્ત્રિ પાસેથી રૃપિયા મંગાવ્યા હતાં. એ મિત્રએ એક દુકાનવાળાને પૈસા આપ્યા હતાં. પછી અમે રાજકોટથી સુરેન્દ્રનગર ટ્રેનમાં પહોંચ્યા હતાં. જયાં જનરલ ડબ્બાના બાથરૃમમાં અનિલે ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. પછી સુરેન્દ્ર પહોંચી ત્યાં રેલ્વે સ્ટેશને એક દિવસ રોકાયા પછી ફરી ટ્રેનમાં રાજકોટ આવ્યા હતાં. અહિ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ રોકાયા હતાં.
બાદમાં તા. ૨/૧૦ના રોજ રાતે રાજકોટથી મુંબઇ જતી ટ્રેનમાં બેસી ગયા હતાં અને સુરેન્દ્રનગર આવતાં ઉતરી ગયા હતાં. અહિ રેલ્વે સ્ટેશને રોકાઇ ફરી સુરેન્દ્રનગર જીઆઇડીસી ખાતે ગયા હતાં. ત્યાં એ છોકરાના સગાને ત્યાં રોકાયા હતાં અને એ દરમિયાન મારા મમ્મી પપ્પા મને શોધતા હોઇ નજીકના પોલીસ સ્ટેશને લઇ ગયા બાદ અમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશને આવ્યા હતાં. અહિ મેં ફરિયાદ નોંધાવી હતી. કાકાના દિકરાએ મને ધમકી આપી હતી અને બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હોઇ તેમજ તે પોતે મરી જવાની ધમકીઓ આપતો હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી આરોપીને સક ંજામાં લીધો છે. તે ૨૧ વર્ષનો છે અને પ્રાઇવેટ નોકરી કરે છે. (૧૪.૮)
(4:15 PM IST)










