<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

કાલાવડ રોડ એવરેસ્‍ટ પાર્કમાં ૬૭ વર્ષના સોનલબેન પારેખનો આપઘાત

ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર જડ્ડુસ ફૂડ ફિલ્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાછળ રહેતાં વૃધ્‍ધાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ જડ્ડુસ પાછળ એવરેસ્‍ટ પાર્ક-૧માં રહેતાં સોનલબેન પંકજભાઇ પારેખ (ઉ.વ.૬૭) નામના વૃધ્‍ધા તા. ૨૨ના સાંજે પાંચેક વાગ્‍યે ઘરે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન ગત રાતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના કે. જે. પરમારે જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ ડી. સી. જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા સોનલબેનના પતિ લેબોરેટરી ચલાવે છે. તેમને સંતાનમાં એક દિકરો છે. હૃદયની બિમારીથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

(2:27 PM IST)