<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

વોક્‍સવેગન કારમાં લીંબડીથી દારૂ ભરી રાજકોટ પહોંચતા જ રવિ પકડાયો, સાગર ભાગી ગયો

‘કટીંગ' થાય એ પહેલા ૭૨ હજારનો દારૂ સહિત ૩.૮૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમે પુનિતનગર ટાંકા પાસે વહેલી સવારે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૬: શહેરમાં દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ કાર્યરત બની છે. દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમે વહેલી સવારે પુનિતનગર પાણીના ટાંકા નજીક ખોડિયારપરા મેઇન રોડ પરથી દારૂનો જથ્‍થો ભરેલી વોક્‍સવેગન કાર સાથે એક શખ્‍સને પકડી લીધો છે. સાથેનો શખ્‍સ ભાગી ગયો હતો. લીંબડીથી આ દારૂ ભરીને રાજકોટ આવ્‍યા હતાં, પણ કટીંગ થાય એ પહેલા માલ પકડાઇ ગયો હતો.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે જીજે૦૩એફડી-૨૨૦૩ નંબરની લાલ રંગની ગાડી ખોડિયારપરામાં જવાના રસ્‍તે દારૂની કટીંગ કરવા આવે છે અને આ ગાડી ચામુંડા હોટેલ પાસેથી નીકળવાની છે. આથી વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની લાલ ગાડી આવતાં પોલીસે તેને ઉભી રાખવાનો ઇશારો કરતાં જ ચાલકે કાર ઉભી રાખી હતી. ચાલક અને સાથેનો શખ્‍સ દોટ મુકી ભાગવા જતાં ચાલક પકડાઇ ગયો હતો. બીજો અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. ઝડપાયેલા શખ્‍સે પુછતાછમાં પોતાનું નામ રવિ કાનાભાઇ સોંડલા (ઉ.વ.૨૨-રહે. ગ્રીન ચોક, રામનાથ મેઇન રોડ સેલાભાઇના પાનના ગલ્લા પાસે, લીંબડી) જણાવ્‍યું હતું. જ્‍યારે ભાગી ગયેલા શખ્‍સનું નામ સાગર સેલાભાઇ બોળીયા (રહે. રૈયાધાર) હોવાનું રવિએ કહ્યું હતું. વોક્‍સવેગન કારમાં ગ્રીનલેબલ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની કાચની ૭૨ હજારની ૭૨૦ બોટલો હોઇ તે, ૩ લાખની કાર, દસ હજારનો મોબાઇલ ફોન મળી કુલ ૩,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી રવિની ધરપકડ કરવામાં આવી હતી. તે અને સાગર લીંબડીથી દારૂ ભરીને લાવ્‍યાનું રવિએ રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, શક્‍તિસિંહ ગોહિલ, રાહુલભાઇ ગોહેલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા અને કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.

(11:59 AM IST)