તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 5th October 2024
સફાઇ કામદારોએ મેડીકલ સર્ટી. રદ્દ કર્યાના વધામણાઃ પદાધિકારીઓને ફૂલડે વધાવ્યા

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને સેવા નિવૃત્તિ આપી તેઓની જગ્યાએ તેમના વારસદારોને નિમણુંક આપવા અંગેના નિયમોમાં ફેરફાર કરી, બિમારીના મેડીકલ અનફીટ સર્ટીફીકેટમાંથી મુકિતનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર થતા આજે બપોરે સફાઇ કામદારોએ આ નિર્ણયને વધાવી મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષ રાડીયા સહિતના પદાધિકારીઓનું તિલકથી સન્માન કર્યું હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:32 PM IST)










