News of Saturday, 5th October 2024
વોર્ડ નં. ૧૨માં ૫.૨૬ કરોડના વિવિધ વિકાસકામો મંજુર
પૂર્વ મેયર અને કોર્પોરેટર પ્રદિપ ડવ, કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્મિતાબેન દેલવાડીયાના પ્રયત્નો સફળ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૨માં રૂ.૩.૭૩ કરોડના ખર્ચે વાવડી થી ગોંડલ રોડ, પ્રશાંત કાસ્ટીંગ - કીચને લાગુ વિસ્તારનાં મુખ્ય રસ્તાના સબ-બેઇઝ તથા ડામર કાર્પેટ કરવાનું કામ, રૂ.૨૬.૦૭ લાખના ખર્ચે રસુલપરા કાંગશીયાળી રોડ પર ડીવાઇડર કરવાના કામ, રૂ.૭૯.૧૬ લાખના ખર્ચે જુદી-જુદી જગ્યાઓએ કુલ-૬ આંગણવાડી બનાવવાના કામ અને રૂ.૪૭.૪૭ લાખના ખર્ચે પુનિતનગર ર૪.૦૦ મી. ડી.પી. રોડ પર સેન્ટ્રલ ડીવાઇડર કરવાના કામ આમ કુલ રૂ.૫.૨૬ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. વિશેષમાં, આ કામ થવાથી આશરે ૨૮,૦૦૦ લોકોની સુવિધામાં વધારો થશે. આ કામો મંજુર કરવા બદલ પૂર્વ મેયર તથા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદીપ ડવ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન તથા કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા તેમજ કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો
(2:37 PM IST)










