<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

બાલકૃષ્‍ણ સોસાયટીમાં પેવીંગ બ્‍લોકના કામનું ખાતમુહુર્ત

રાજકોટ : ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડની ગ્રાન્‍ટમાંથી વિધાનસભા-૬૮, વોર્ડ નં. ૬ માં બાલકૃષ્‍ણ સોસાયટી વિસ્‍તારમાં રૂ.૪૫ લાખથી વધુના ખર્ચે પેવિંગ બ્‍લોક તથા અલગ અલગ કામો હાથ ધરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ખાતમુહુર્ત સમયે ધારાસભ્‍ય  ઉદયભાઇ કાનગડનું નાની બાળાઓના હસ્‍તે કુમકુમ તિલક કરી સ્‍વાગત કરાયુ હતુ. આ તકે શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, વોર્ડ કોર્પોરેટરો પરેશ પીપળીયા, મંજુબેન કુંગશીયા, વોર્ડ પ્રભારી રસિકભાઇ પટેલ, પ્રમુખ અંકિત દુધાત્રા, મહામંત્રી અનિલ ચૌહાણ, હરેશ ધંધુકીયા, વિરમભાઇ સાંબડ, પરાગ મહેતા, ઘનશ્‍યામભાઇ કુંગશીયા તેમજ સ્‍થાનિક લતાવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:38 PM IST)