<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

યુનિટી ફાઉન્‍ડેશનના નવરાત્રી મહોત્‍સવનો ધમાકેદાર પ્રારંભઃ મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા

રાજકોટઃ પ્રથમ વર્ષની સફળતા બાદ યુનિટી ફાઉન્‍ડેશન દ્વારા પ્રેરિત નવદુર્ગા ગરબી અને અર્વાચીન દાંડિયાનો પ્રથમ અને બીજા નોરતે સત્‍યસાઇ રોડ, આલાપ હેરીટેજની બાજુમાં, રાજકોટ ખાતે ક્રિમ અને ગ્રીન વિશાળ મેદાનમાં ધમાકેદાર આરંભ થયો છે. પ્રથમ વખત ગુજરાતમાં પ્રાચીન ગરબી અને અર્વાચીન દાંડિયા સાથેનો કોન્‍સેપ્‍ટ હોવાના કારણોસર ટૂંકા ગાળામાં યુનિટી ફાઉન્‍ડેશનનું નામ લોકપ્રિય અને પ્રચલિત થઇ ગયું છે. સબળ નેતૃત્‍વમાં ભાજપ પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, પરેશભાઇ ગજેરા, હરેશભાઇ કાનાણી, વિજયભાઇ તોગડીયા, જીજ્ઞેશભાઇ કયાડા તેમજ સ્‍વયંસેવકોની મોટી ટીમની રાહબારી નીચે બેનમૂન આયોજન બાળાઓના રાસ ગરબાની રમઝટ અને સિંગરના અને સંગીતના તાલથી નવયુવાન હૈયું દાંડિયાના રાસ લઇને જુમી ઉઠયું હતું અને પારાવારિક માહોલમાં ખેલૈયાઓ રાસ ઉત્‍સવ માણ્‍યો હતો પ્રથમ અને બીજા નોરતાના અતિથિ વિશેષ મુકેશભાઇ દોશી (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), જૈમીનભાઇ ઠાકર (આર.એમ.સી. સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન), નરેન્‍દ્રસિંહ જાડેજા (ડે. મેયર), રાજદિપસિંહ જાડેજા (ઉપપ્રમુખ શહેર ભાજપ), જયેશભાઇ બોઘરા (રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચેરમેન), ડો. વલ્લભભાઇ કથીરિયા, ઉદ્યોગપતિમાં પેરાગોન ગ્રુપના માલિક શ્રી કિશોરભાઇ સાવલિયા, આઇઓડીએલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક જયભાઇ વાડોદરિયા તેમજ વિન્‍ટેક નોનવૃવન કંપનીના માલિક ભાવેશભાઇ લીંબાસીયા, રસિકભાઇ આંબલીયા, સંજયભાઇ અકબરી, અશ્‍વિનભાઇ પાનસુરીયા, રમેશભાઇ પરસાણા, વિજયભાઇ લુણાગરિયા વિગેરેએ નવરાત્રી મહોત્‍સવનો લ્‍હાવો લીધો હતો.

(2:43 PM IST)