તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 5th October 2024
રાજસ્થાન મારૂ પ્રજાપતિ સમાજ રાજકોટ દ્વારા કાલે ભજન સંધ્યા સાથે સ્નેહમિલન

રાજકોટ તા. ૫ : રાજસ્થાન મારૂ પ્રજાપતિ સમાજ રાજકોટ દ્વારા ૧૧ માં વર્ષે સ્નેહ મિલન સમારોહ કાલે તા. ૬ ના રવિવારે યોજેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજસ્થાની સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે રાજસ્થાની પરિવારો એક બીજાને મળે અને પરિવાર ભાવના વિકસે તે હેતુથી દર વર્ષે આવુ આયોજન કરવામાં આવે છે.
જે મુજબ કાલે તા. ૬ ના રવિવારે સાંજે ૬ થી રાત્રીના ૧૦ સુધી ભજન સંધ્યા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા રાઘવ પાર્ટી પ્લોટ, મધુવન સ્કુલ પાસે, સેટેલાઇટ ચોક, મોરબી રોડ રાજકોટ ખાતે કરેલ છે.
જેમાં ભજન કલાકાર કિશોર પાલીવાલ અને સીંગર શીતલ વૈષ્ણવ ખાસ રાજસ્થાની ગાયકીના ભજનો રજુ કરશે. કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રજી સોલંકી સંભાળશે.
આ કાર્યક્રમમાં સૌ ખાસ રાજસ્થાની પહેરવેશમાં ઉપસ્થિત રહી ભજન અને ભોજનનો આનંદ માણશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજસ્થાન મારૂ પ્રજાપતિ સમાજ રાજકોટના ચેરમેન કેતનભાઇ ચૌહાણ, મુળજીભાઇ ચૌહાણ, અધ્યક્ષ દેવજીભાઇ પરિહાર, કોષાધ્યક્ષ હીરાલાલભાઇ ટાંક, ઉપાધ્યક્ષ હરજીભાઇ ટાંકના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજસ્થાન મારૂ પ્રજાપતિ સમાજના કેતનભાઇ ચૌહાણ (મો.૯૪ર૬૨ ૪૯૭૪૯), હિરાલાલભાઇ ટાંક (મો.૯૮૨૫૨ ૫૫૪૩૯) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:52 PM IST)










