<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જંગલેશ્વરના નદી કાંઠાના ૯૦૪ ગેરકાયદેસર બાંધકામોને નોટીસ

રસ્‍તા પર થયેલા દબાણો અને નદીના પટમાં થઈ ગયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ થશે મોટી ડિમોલીશનની કાર્યવાહી

રાજકોટ તા. ૫:  શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે. જેના લીધે રોડ રસ્‍તાઓ સાંકડા બની જતાં ટ્રાફિક સમસ્‍યાએ પણ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યુ છે. મનપા દ્વારા દબાણો હટાવવાની કાર્યાવહી શરૂ કરાઇ છે ત્‍યારે   ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ૯૦૪ દબાણ કરતાઓને નોટીસ આપતા ખળભળાટ મચી ગયેલ છે.

શહેરમાં આજીનદી કાંઠે વર્ષોથી દબાણો થઈ ગયા છે. જેના લીધે આજીનદીનો પટ્ટ સાંકડો થઈ જવાથી આજીડેમ ઓવરફ્‌લો થાય ત્‍યારે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી દબાણગ્રસ્‍ત વિસ્‍તારોમાં ઘુસી જવાની ઘટના દર ચોમાસે ઉભી થઈ રહી છે. જેના લીધે રેસ્‍કયુ સહિતની કામગીરીમાં સમય અને નાણાનો વેડફાટ થઈ રહ્યો છે. જેની સામે આજીનદીમાં આજી રિવરફ્રન્‍ટ પ્રોજેક્‍ટ ટુંક સમયમાં શરૂ થવાનો છે. આ તમામપરિબળોમાં દબાણ જ મુખ્‍ય હોવાથી થોડાક સમય પહેલા આજી નદી કાંઠે અમુક ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્‍યુંહ તું. પરંતુ આ સ્‍થળે ફરી દબાણો થઈ ગયાનું જાણવા મળેલ છે. આથી મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનીંગ વિભાગ દ્વારા સૌથી વધુ જંગલેヘર વિસ્‍તારમાં અને આજી રિવરફ્રન્‍ટમાં નડતરરૂપ થઈ ગયેલા ૯૦૪ ગેરકાયદેસર દબાણોને નોટીસ આપવામાં આવી છે.

ટાઉન પ્‍લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે અગાઉ પણ અનેક વખતનોટીસો અપાઈ ગઈ છે. પરંતુ આજ સુધી કોઈ જાતની શખ્‍ત કાર્યવાહી થયેલ નથી. ત્‍યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી જમીન ઉપરના દબાણો તેમજ મુખ્‍ય માર્ગો ઉપર આવતા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ જંગલેヘર વિસ્‍તારના રોડ રસ્‍તા ઉપર આવતા વર્ષો જૂના દબાણો તેમજ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે પ્રથમ ૯૦૪ નોટીસ આપવામાં આવી છે. જે અંતર્ગત દબાણ કરતાઓએ જાતે દબાણો દૂર કરવાનો સમય અપાયો છે. છતાં દબાણો દૂર નહીં થાય તો દિવાળી બાદ ગમે ત્‍યારે તમામ ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કરવામાં આવશે.

(2:56 PM IST)