<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

વોર્ડ નં. ૧૧માં ડી.આઇ.પાઇપ લાઇન કામ ૬ વખત રી-ટેન્‍ડર બાદ પપ ટકા ઓન માંગ્‍યુ

સ્‍ટેન્‍ડિંગમાં સભ્‍યોની તડાફડી : સફાઇ કામદારોના મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિતની કાર્યવાહી સરકારમાં માન્‍ય રહેશેઃ નગર સેવકોના સવાલો

રાજકોટ, તા. પ : મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં આજે રૂા. ૧૧૯ કરોડના કામોના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ખર્ચ ૩૯.૩૫ કરોડનો ડીઆઈ પાઈપલાઈન માટે કરવામાં આવ્‍યો છે. અગાઉ ડીઆઈપાઈપલાઈનની દરખાસ્‍ત કરવામાં આવેલ જેમાં ૨૭ ટકા ઓનથી ભાવ આવતા આ દરખાસ્‍ત પરત કરી રિટેન્‍ડર કરવાના આદેશ કરાયા હતાં. જેના લીધે ડીઆઈ પાઈપલાઈનનું કામ ખોરંભે પડ્‍યુ હતું. ઓન ન આપવી પડે તે માટે સ્‍ટેન્‍ડીંગ કમિટિ દ્વારા આ પગલું લેવામાં આવે પરંતુ આજની સ્‍ટેન્‍ડીંગમાં ડીઆઈ પાઈપલાઈનની સૌથી વધારે ખર્ચની દરખાસ્‍ત પપ ટકા ઓનથી મંજુર કરવામાં આવતા અમુક આખાબોલા સભ્‍યો દ્વારા તેનો જોરદાર વિરોધ કરવામાં આવેલ અને અગાઉ ૨૭ ટકા ઓનથી આવેલ દરખાસ્‍તને પરત કરી હતી તો હવે પપ ટકા ઓનથી આવેલ દરખાસ્‍ત શા માટે મંજુર કરાઈ છે. તેવા સવાલો ઉઠાવતા સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં સોપો પડી ગયો હતો.

આ ઉપરાંત સફાઇ કામદારોના મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિતની કાર્યવાહી સરકારમાં માન્‍ય રહેશે. તેવા સવાલો પણ નગરસેવકો દ્વારા ઉઠાવવામાં આવ્‍યા હતા.

(3:07 PM IST)