News of Saturday, 5th October 2024
સાળંગપુર દર્શને જતી વખતે કુચીયાદળ પાસે કાર પલ્ટી ખાઇ ગઇઃ પાંચને ઇજા
મોરબી રોડ રાધામીરા સોસાયટીના પિન્ટુભાઇ ચોવટીયા સહિતના ઘવાયા

રાજકોટ તા. ૫: કુચીયાદળ પાસે કાર પલ્ટી ખાઇ જતાં પાંચ લોકોને ઇજા થઇ હતી. મોરબી રોડની સોસાયટીમાંથી બધા સાળંગપુર દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં રહેતાં રાધા મીરા સોસાયટીમાં રહેતાં પિન્ટુભાઇ ભુપતભાઇ ચોવટીયા (ઉ.વ.૩૫) કાર લઇને સાળંગપુર દર્શને જતાં તેમની સાથે મિત્રો, પડોશીઓ ભુપતભાઇ મોહનભાઇ ચોવટીયા (ઉ.વ.૫૮), અમૃતભાઇ બચુભાઇ અખેરા (ઉ.વ.૫૫), હિતેષભાઇ જમનભાઇ સુરાણી (ઉ.વ.૪૯) તથા પુર્વેશભાઇ નટવરલાલ ભટ્ટી (ઉ.વ.૪૨) પણ જોડાયા હતાં. પાંચેય કારમાં બેસી રવાના થયા બાદ સવારે સાડા દસેક વાગ્યે કુચીયાદળ પાસે ગુજરાત મોટર્સ નજીક પહોંચ્યા ત્યારે કાર એકાએક પલ્ટી મારી ગઇ હતી.
કારમાં બેઠેલા તમામને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ બે લોકોને સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્યારે ત્રણને ઓપીડી સારવાર અપાઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ સહિતે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
(3:13 PM IST)










