<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

તું કાળીને કલ્‍યાણી રે માં, જયાં જોવું ત્‍યાં જોગમાયા....

રામનાથપરા ગરૂડની ગરબીની બાળાઓ દ્વારા રાસ ગરબાની જમાવટઃ રાંદલમાં, હુડો વિ.રાસ વિખ્‍યાત

રાજકોટઃ જય અંબે ગરબી મંડળ (ગરૂડની ગરબી) દ્વારા રામનાથપરા ખાતે ૧૨૫ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થઇ રહયું છે. આ ગરબીમાં ઘુમટા, કચ્‍છી, મેલડીમાં, હુડો, સીંધી, રાંદલમાં, લટક ચટક, હીંચ, મહાકાળીમાંના રાસ ભારે વિખ્‍યાત છે. ગાયકો રતીભાઇ ગમારા, કિશોરગીરી, ક્રિષ્‍નાબેન નીમાવત, રૂક્ષ્મણી માતાજી, ઢોલક અશોકભાઇ રાઠોડ, મંજીરા વસંતભાઇ જમાવટ કરે છે. આયોજનને સફળ બનાવવા સંદીપ ડોડીયા, સહદેવ ડોડીયા, ગોવિંદભાઇ ગમારા, વિનોદભાઇ જાદવ, જયેશભાઇ સરૈયા, હિતેષભાઇ રાઘવાણી, બડા બજરંગ ગ્રુપ, એસ.ડી. ગ્રુપના સભ્‍યો જહેમત ઉઠાવી રહયા છે.( તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:21 PM IST)