<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ : ખેલૈયાઓમાં હોબેશ ઉત્‍સાહ

વિશ્વના સૌથી મોટા લોહાણા મહારાજ ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આંખો આંજી દે તેવી રાસ-ગરબાની રમઝટ : રઘુવંશી ખેલૈયાઓ દ્વારા અવનવી સ્‍ટાઇલના સ્‍ટેપ્‍સ અને પારિવારીક વાતાવરણ વચ્‍ચે હરીશભાઇ લાખાણીનું વિશાળ ગ્રાઉન્‍ડ રીતસર ધમધમી ઉઠયું : પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા : અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ-૧ના ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પી.ડી. માલવીયા કોલેજ, રાજકોટના ચેરમેન ઘનશ્‍યામભાઇ હેરભા, આહીર અગ્રણી શૈલેષભાઇ ડાંગર, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોએ ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કર્યા :સુપ્રસિધ્‍ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્‍ટ્રાના સંચાલક અને ભારતના વન ઓફ ધ બેસ્‍ટ ડ્રમર સૌરભ ગઢવી અને તેની ટીમે જબરી જમાવટ કરીઃ વિખ્‍યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર વિગેરેએ ખેલૈયાઓને થીરકવા માટે રીતસર મજબુર કરી દીધા : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ,કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા ભવ્‍ય -અદ્‌કેરૂં -જાજરમાન આયોજન : ‘અકિલા'ના માધ્‍યમથી સમગ્ર વિશ્વના લોકો રાસોત્‍સવને ઘરબેઠા લાઇવ નિહાળી રહ્યા છે

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'માં બીજા નોરતે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ-૧ ના ધારાસભ્‍ય શ્રી ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, પી.ડી. માલવીયા કોલેજ, રાજકોટના ચેરમેન અને આહીર અગ્રણીશ્રી ઘનશ્‍યામભાઇ હેરભા આહીર અગ્રણીશ્રી શૈલેષભાઇ  ડાંગર, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેન શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી, શ્રી ધવલભાઇ કારીયા, મહાજન ટ્રસ્‍ટીઓશ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રી ધવલભાઇ ખખ્‍ખર સહિતના મહાનભાુવો હાજર રહ્યા હતા. જે વિવિધ મુદ્દાઓમાં તસ્‍વીરમાં નજરે પડે છે. પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને ઇનામ વિતરણ કરતા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ રત્‍નાબેન જયંતભાઇ સેજપાલ, શ્રી જયંતભાઇ સેજપાલ, શ્રીમતિ અલ્‍પાબેન રામભાઇ, બરછા, શ્રીમતિ મીરાબેન ચોટાઇ, શ્રીમતિ રીટાબેન ભૂપેન્‍દ્રભાઇ કોટક, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નરેન્‍દ્રભાઇ નથવાણી, શ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રી કિશોરભાઇ કોટક, નિર્ણાયકશ્રી સંજીલભાઇ જોધપુરા, પ્રોજેકટ ચેરમેન શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, વાઘાણી શેર સિકયુરીટીઝના શ્રી પરેશભાઇ વાઘાણી, શ્રીમતિ જલ્‍પાબેન પરેશભાઇ વાઘાણી, શ્રીમતિ કિરણબેન હિતેષભાઇ જોબનપુત્રા, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ બિંદુબેન ચતવાણી, શ્રીમતિ હર્ષાબેન પરેશભાઇ ચગ, શ્રી હિતેષભાઇ જોબનપુત્રા, શ્રીમતિ મીરાલીબેન હિનિતભાઇ ચતવાણી, શ્રી હિનિતભાઇ ચતવાણી સહિતના મહાનુભાવો દૃશ્‍યમાન થાય છે.  વિખ્‍યાત ગાયક કલાકારો શ્રી જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર, એન્‍ડર શીવરામસિંહ ચુડાસમા તથા વિશાળ સંખ્‍યામાં વિવિધ સ્‍ટાઇલમાં રાસ-ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ નજરે પડે છે. (૯.ર૦)

રાજકોટ, તા. પ :  નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે ત્‍યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'માં બીજા નોરતે ખેલૈયાઓનો હોબેશ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો અને તેઓએ આંખો આંજી દે તેવી રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ -ર૦ર૪'માં બીજા નોરતે રંગબેરંગી પોશાકોમાં સજજ હજ્‍જારો રઘુવંશી ખેલૈયાઓ દ્વારા અવનવી સ્‍ટાઇલના સ્‍ટેટસ અને સંપૂર્ણ પારિવારિક વાતાવરણ વચ્‍ચે માધાપર ચોકડી, રાજકોટ ખાતે આવેલ હરીશભાઇ લાખાણીનું વિશાળ ગ્રાઉન્‍ડ રીતસર ધમધમી ઉઠયું હતું. ૩૪ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને મહાનુભાવોના હસ્‍તે આકર્ષક ઇનામો અપાયા હતા. સમગ્ર વિશ્વના લોકો ‘અકિલા'ના માધ્‍યમથી ભવ્‍ય-જાજરમાન રાસોત્‍સવને લાઇવ નિહાળી રહ્યા છે.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહ્યા છે.

બીજા નોરતે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા માટે અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ-૧ ના ધારાસભ્‍ય શ્રી ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, આહીર અગ્રણી અને પી.ડી. માલવીયા કોલેજ રાજકોટના ચેરમેન શ્રી ઘનશ્‍યામભાઇ હેરભા, આહીર અગ્રણી શ્રી શૈલેષભાઇ ડાંગર, જય સિયારામ પેંડાવાલા પરિવારના શ્રી જયંતભાઇ સેજપાલ અને શ્રીમતિ રત્‍નાબેન સેજપાલ, શ્રી વિનુભાઇ જગડા, રઘુવંશી અગ્રણી શ્રી કિરીટભાઇ કેશરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

સુપ્રસિધ્‍ધ એસ.ડી. ગઢવી આર્કેસ્‍ટ્રાના સંચાલક અને ભારતના વન ઓફ ધ બેસ્‍ટ ડ્રમર તરીકે જાણીતા સૌરભ ગઢવી અને તેની સમગ્ર ટીમે જબરી જમાવટ કરી હતી. વિખ્‍યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર અને સમગ્ર કોરસ સીંગર્સ ટીમે પણ ખેલૈયાઓને થીરકવા માટે રીતસર મજબુર કરી દીધા હતા.

બીજા નોરતે પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને કુલ ૩પ ઇનામો આપવામાં આવ્‍યા હતા. જેમાં ફીમેલમાં પ્રિન્‍સેસ, કીડઝ પ્રિન્‍સેસ તરીકે ભૂમિ પંચમતીયા, જાનવી ઉનડકટ, ધાર્મી કોટેચા, કૃપાલી બોરીયા, આયુષી પુજારા, રીયા બુધ્‍ધદેવ, પીનલ રાયચુરા, પૂજા પુજારા, ક્રિશા કોટેચા, ફલોરેન્‍સ ભીમાણી, સારા નથવાણી, વંશીકા ધાનક, દક્ષિણી, પુષ્‍ટિ કેસરીયા, ખુશી રાડીયા વિજેતા બન્‍યા હતા. વેલડ્રેસમાં વંશીકા પોપટ અને માહી મજીઠીયા વિજેતા બન્‍યા હતા.

મેલમાં પ્રિન્‍સ, કીડઝ પ્રિન્‍સ તરીકે ધવલ આહ્યા, મિહીર પુજારા, દીપ રૂપારેલીયા, દીપ જોબનપુત્રા, ક્રિશ દતાણી, શુભમ રૂપારેલીયા, સાગર દત્તાણી, ધ્રુવ કક્કડ, શરણમ રાયચુરા, સાહિલ લાખાણી, વંદિત ખંધેડીયા, શ્‍લોક કુંડલીયા, વત્‍સ માખેચા, ઉર્વિલ અભાણી, ક્રિશ લાલસેતા વિજેતા બન્‍યા હતા. વેલડ્રેસમાં અર્ચિત ઉનડકટ અને હસ્‍ત ઠક્કર વિજેતા થયા હતા.

વિજેતાઓને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારુ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, જયંતભાઇ સેજપાલ, શ્રીમતિ રત્‍નાબેન સેજપાલ, , શ્રીમતિ અલ્‍પાબેન બચ્‍છા, શ્રીમતિ મીરાબેન ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રી કિશોરભાઇ કોટક, શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, શ્રી પરેશભાઇ વાધાણી, શ્રીમતી જલ્‍પાબેન વાધાણી, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, શ્રી હિતેષભાઇ જોબનપુત્રા, શ્રીમતિ કિરણબેન જોબનપુત્રા, શ્રીમતિ બિંદુબેન ચતવાણી, શ્રીમતિ હર્ષાબેન ચગ, શ્રી હિનિતભાઇ ચતવાણી, શ્રીમતિ મિરાલી બેન ચતવાણી, ચારેય નિર્ણાયકો ડો. અવનીબેન પટેલ, નિલદીપભાઇ પટેલ, તુલસીબેન પટેલ, સંજીલભાઇ જોધપુરા વિગેરે મહાનુભાવોના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા. ‘શ્રી રામ' ના નામ સાથેની આકર્ષક કોટી -ડ્રેસ પહેરીને નોંધપાત્ર પર્ફોમન્‍સ કરનાર દિપ રાજાને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ દ્વારા સ્‍પેશ્‍યલ પ્રાઇઝ આપવામાં આવ્‍યું હતું. ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' ને ખેલૈયાઓ અને  મહાનુભાવો મન ભરીને ભાવપૂર્વક માણી રહ્યા છે.  હજ્‍જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્‍ડોચા, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્‍યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(3:27 PM IST)