News of Saturday, 5th October 2024
સુર - સંસ્કાર - શિસ્તનો ત્રિવેણી સંગમ એટલે કલબ યુવી

રાજકોટ : શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૪'નો બીજા નોરતે શહેરમાં ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવમાં ખલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે રાજકોટ ના મેયર નયનાબેન પેઢડીયા, ‘કલબ યુવી' નવરાત્રી મહોત્સવના એડવાઈઝરી ડાયરેકટર્સ સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, સીતેશભાઈ ત્રાંબડીયા, દંડક લીલુબેન જાદવ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહિલા અગ્રણી જયોતિબેન ટીલવા, ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. બી.બી.બસીયા, પી.આઈ. ગોંડલીયા, પી.આઈ. ડામોર ઉપસ્થિત રહયા હતા. પામ ગ્રુપના જે.ડી.કાલરીયા, ગોપાલ નમકીનના ફુલભાઈ હદવાણી, ડેકોરા ગ્રુપના જમનભાઈ, વિજયભાઈ ભટ્ટાસણા, હાર્મની ગ્રુપના હરસુખભાઈ ઠુંમર, ભરતભાઈ ખાચર, વિનોદભાઈ આસોદરીયા, ફોરર્ચ્યુન ગ્રુપના મિથુનભાઈ ડઢાણીયા, સાંઇ રબબર ના કેતનભાઈ પટેલ, ઇગલ ફર્નિચરના હિતેષભાઈ માકડીયા, વિજય ઇલેકટ્રલનીકસના અલ્પેશભાઈ પટેલ, ફીલ્ડમાર્શલ વાડી રાજકોટ પૂર્વના પ્રમુખ મનસુખભાઈ કલોલા, ગૌતમભાઈ પટેલ, જીમીભાઈ અડવાણી, રાજકોટ સીટી કલબ ના વિજયભાઇ ગઢ ીયા, રાજકોટ એન્જી. એસોસીએશનના નરેન્દ્રભાઈ પાચાણી, ગીર ગંગા ટ્રસ્ટના દિલીપભાઇ સખીયા, માનવ કલ્યાણ મંડળના મુકેશભાઈ મેરજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
કલબ યુવીના આંગણે અર્વાચીન રાસોત્સવ માં સુર- તાલ અને સંસ્કારનો ત્રીવેણી સંગમ જોવા મળ્યો હતો. જગતજનની મા ઉમિયાની પૂજન અર્ચન આરતી બાદ પ્રારંભ કરાતા રાસોત્સવમાં ખલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા. કલબ યુવી રાસોત્સવમાં ગઇકાલે બીજા નોરતે વિવિધ કેટેગરી વાઇસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વૈલ ડ્રેસ પ્રિન્સેસ ભુત જીનલ, કાલરીયા જીયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ આદ્રોજા કુંજ, મણવર દિવ્યમ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે માકડીયા આરાધ્યા, અદોદરીયા ધ્યાના, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે કાંજીયા હર્ષ, દુદાણી સહજ, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે આદોદરીયા ક્રિશી, જીવાણી જીલ, જાવીયા પરી, વેલ ડ્રેસ પ્રિન્સ હિરાણી માર્વિન, શાપરીયા દેવ, જાવીયા જીજ્ઞેશ, પ્રિન્સેસ તરીકે સીતાપરા હિર, પટેલ હીર, મોડીયા ઋત્વી, પ્રિન્સ તરીકે કાલરીયા રાજ, ટીલવા કરણ, કાલરીયા એલીસ વિજેતા બન્યા હતા.
વિજેતા ખેલૈયાઓને ગુજરાત ‘દેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, જીલ્લા ભાજપના અશ્વિનભાઈ મોલીયા, યુનીટી સિમેન્ટ ગ્રુપના રીનાબેન તથા પીયુષભાઈ ચોવટીયા, સરકારી વકીલ સમીરભાઈ ખીરા, ઓસ્ટ્રેલીયાના હિરેનભાઈ વડાલીયા, કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો કાંતીભાઈ ઘેટીયા, બીપીનભાઈ બેરા, ફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઇ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ઍ ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
(3:28 PM IST)










