તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 5th October 2024
સંસ્કૃતિના જતન સાથે સ્વરક્ષણના પાઠ ભણતી રાજપુત વિરાંગનાઓ
ભગીની સેવા સંસ્થાનના નેજા તળે રાજકોટ, સૌરાષ્ટ્રની હજારો રાજપુત ક્ષત્રીય યુવતીઓ અને મહિલાઓ તલવારબાજીના કૌશલ્ય રજુ કરી સૌને અચંબિત કરી રહી છે : શૌર્યઞશકિત, માન-મર્યાદાનો અદભુત સમન્વય નિહાળી પ્રેક્ષકો અભિભુત

રાજકોટઃ ગઇકાલે નવરાત્રીના બીજા દિવસે રાજકોટ રણજીત વિલાસ પેલેસ ખાતે ભગીની સેવા સંસ્થાન દ્વારા ૧૬ વર્ષથી યોજાતા રાજપુતી પરંપરાને ઉજાગર કરતા રાસોત્સવમાં ૧૦ વર્ષની બાળાથી માંડી ૬૦ વર્ષના બુઝુર્ગ મહિલાઓ ભાગ લઇ તલવારબાજીના વિવિધ કૌશલ્ય રાસના માધ્યમથી રજુ કરે છે. જેની વિવિધ તસ્વીરો ઉપર નજરે પડે છે. ગઇકાલના આયોજને વધુ એક વખત ક્ષત્રીય મહિલાઓના શૌર્ય-શકિત અને માન-મર્યાદાના દર્શન કરાવ્યા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., પઃ છેલ્લા ૧૬ થી વધુ વર્ષથી રાજકોટ-સૌરાષ્ટ્રમાં રાજપુતી શૌર્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કરતી ભગીની સેવા સંસ્થાન દ્વારા ગઇકાલે રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયેલા રાસોત્સવ દરમિયાન રાજપુતી પરંપરાના દર્શન કરી સૌ ઉપસ્થિત લોકો અભિભુત થઇ ગયા હતા.
ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા સતત ૧૬માં વર્ષે પ્રાચીન રાસમાં વિવિધ કળતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં તલવાર રાસ એ સૌથી મહત્વની કળતિ છે.દર વર્ષે તલવાર રાસમાં અવનવું પ્રદર્શન થકી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા શૌર્યદર્શન કરાવવામાં આવતું હોય છે. આ વર્ષે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવાર રાસ, કાર, બાઈક, જીપ તથા ઘોડી પર બેસી કર્યા હતા. પ્રાચીન પરંપરાનો અજોડ વારસો ભગિની સેવા ફાઉન્ડેશનને જાળવી રાખ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ શોર્યદર્શન કરાવી માઁ જગદંબાની અનોખી આરાધના કરી હતી.
ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. ભગીની સેવા ફાઉન્ડેશન રાજપુત ક્ષત્રીય યુવતીઓ અને મહિલાઓને નવરાત્રી પહેલા તલવાર રાસની સખત તાલીમ આપે છે.
નવરાત્રી દરમિયાન આ તાલીમી ગૃપ તલવાર રાસ સહિતની કૃતિઓ રજુ કરે છે. જેમાં ૧૦ વર્ષની નાની દીકરીઓથી લઈને ૬૦ વર્ષ સુધીની મહિલાઓ ભાગ લે છે અને પરંપરાગત તલવાર રાસ રમે છે. તલવાર રાસ રમતા સમયે પણ મહિલાઓ પોતાને અથવા તેમની આજુ બાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી યોગ્ય અંતર જાળવી રાસ રમે છે.
ભગીની સેવા સંસ્થાનની ૧૮ બહેનોએ સૌ પ્રથમ આજથી ૧૬-૧૭ વર્ષ પહેલા હરભમજીરાજ ગિરાસદાર છાત્રાલયના રાજપુત યુવકો પાસેથી તલવારોના વિવિધ કૌશલ્ય શીખ્યા હતા. પાછળથી આ ગૃપે દર વર્ષે નવા-નવા ગૃપોને તાલીમ આપી હતી. હાલમાં રાજકોટ ખાતે અત્યાર સુધીમાં ર૦૦૦ થી વધુ રાજપુત ક્ષત્રીયાણીઓએ તલવારની તાલીમ લીધી હોવાનો અંદાજ છે.
તલવાર રાસ થકી રાજપુત યુવતીઓ અને મહિલાઓ સ્વરક્ષણના પાઠ પણ શીખે છે. ક્ષત્રિયોની પરંપરાગત સંસ્કળતિ અને સભ્યતાના વારસાનું ભગીની સેવા ફાઉન્ડેશન જતન કરી રહ્યું છે.
મહારાણી સાહેબ કાદમ્બરીદેવીના નેતૃત્વમાં ચાલી રહેલી આ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. જે અંતર્ગત મોટાભાગની પ્રવૃતિ ઇકો ફ્રેન્ડલી ધોરણે યોજવામાં આવે છે. જે અંતર્ગત ‘ SAY NO TO PLASTIC ' મોટો અંતર્ગત રાખડી બનાવવામાં આવે છે. આ ઉપરાંત વેસ્ટ કાપડમાંથી થેલીઓ બનાવી પ્લાસ્ટીકને જાકારો આપવાનો સામાજીક મેસેજ પણ પાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જન્મદિવસ અને બીજી વ્યકિતગત ઉજવણીઓના દિવસોને પ્રકૃતિ સાથે જોડવા જેમ કે ટ્રી પ્લાન્ટેશન કરી ઉજવણી કરવા લોકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
તલવાર રાસ સાથે પ્રાચીન રાસ પણ રજૂ કરવામાં આવે છેઃ જાનકીબા ઝાલા
છેલ્લા દોઢ મહિનાથી રાસની પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં તલવાર રાસ માત્ર એક શોર્ય દર્શન નથી પરંતુ તેની સાથે તાલી રસ, દાંડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી ૧૫૦ જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ, કાર અને સ્કૂટર પર બહેનોએ તલવાર સાથે કળતિઓ રજૂ કરી હતી. તે ઉપરાંત આ વર્ષે ફક્ત વાહન નહિ પરંતુ ઘોડી પર પણ કળતિ રજૂ કરવામાં આવી હતી.
ઘોડે સવારી સાથે સરળતાથી કરી શકું છું તલવારબાજીના કૌશલ્ય : નિશિતાબા જાડેજા
ચાર વર્ષથી રાઈડિંગ ક્લબમાં માઉન્ટિંગ પોલીસ સાથે હોર્ષ રાઈડિંગની પ્રેક્ટિસ કરી છે. તલવાર રાસમાં પહેલેથી ભાગ લેતી હતી પરંતુ આ વર્ષે ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો. જેથી એક સપ્તાહ સુધી ઘોડા સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને ઘોડા પર તલવાર રાસ કર્યો હતો. તેના માટે બસ ઘોડાનું વર્તન એકવાર સમજાઈ જાય તો બહુ અઘરું પડતું નથી. પરંતુ આ રાસ રમવા સાથે કાળજી પણ એટલી જ રાખવી પડે છે.
તલવારબાજી સાથે સંસ્કૃતિનું જતન અને સ્વરક્ષણના પાઠ ભણાવાય છેઃ રાણી સાહેબા કાદમ્બરીદેવી
રાણી સાહેબા કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, પરંપરાગત પ્રાચીન રાસનું રાજપેલેસમાં છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં એવી રહ્યું છે. તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતી હોય છે જેથી કરીને દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. ક્ષત્રિય બહેનો - દીકરીઓ દર વર્ષે કઈકે નવું કરવા માગતા હોય છે જેથી તેમને તમામ સુરક્ષા સાથે છૂટ પણ આપવામાં આવે છે. જેના કારણે તેમની પ્રતિભાઓ બહાર આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પરંપરાને જાળવી રાખવી જોઈએ. સનાતન ધર્મમાં શષાની મહત્વની ભૂમિકા છે. પહેલા શષાની કલા યુદ્ધમાં કામ આવતી પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.
ભગીની સેવા ફાઉન્ડેશનની બહેનો ઇકો-ફ્રેન્ડલી એકટીવીટી સાથે પણ સક્રિયપણે જોડાયેલી છે
ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા બહેનાને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ-સૌરાષ્ટ્રના હજારો રાજપુતી યુવતીઓ અને મહિલાઓ તાલીમ લઇ રાજય અને રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાત યુવા સાંસ્કૃતિક વિભાગ આયોજીત અનેક કાર્યક્રમોમાં પોતાની કલા પીરસી ચુકી છે. માત્ર બહેનોની આ સંસ્થા છેલ્લાં ૧૬ વર્ષથી ભારતીય સંસ્કળતિની જાળવણી કરવાનું તેમજ સમાજ સેવા નાં કાર્ય કરે છે. બહેનોને તલવાર ચલાવવાની, સાફા બાંધવાની તાલીમ તેમજ સરકારશ્રી દ્વારા બહેનો માટે ચાલતી વિવિધ યોજનાઓ નો લાભ વિવિધ ગળહ ઉદ્યોગ શરૂ કરવાની ત્તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત રાજકોટ હેરીટેજ વોક, રમત-ગમત, યોગ, રાસ-ગરબા, વળક્ષારોપણ, પ્લાસ્ટિક નિષેધ અભિયાન,જેવી પર્યાવરણ માટેની પ્રવળતિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તેમ સંસ્થા સાથે સ્થાપનાકાળથી જોડાયેલા મમતાબા ગોહીલે જણાવ્યું હતું.
(3:34 PM IST)










